કેન્દ્રીય બજેટમાં અવગણના થવાને કારણે કર્ણાટક નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરશે: સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે તેમની સરકારે કેન્દ્રીય બજેટમાં રાજ્યની માંગણીઓની ’અવગણના’ના વિરોધમાં ૨૭ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે કર્ણાટકના લોકોની વાત સાંભળવામાં આવી નથી, તેથી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ વ્યાજબી નથી.

સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકની જરૂરિયાતો પર ચર્ચા કરવા માટે નવી દિલ્હીમાં તમામ પક્ષોના સાંસદોની બેઠક બોલાવવાના મારા નિષ્ઠાવાન પ્રયાસો છતાં કેન્દ્રીય બજેટમાં આપણા રાજ્યની માંગણીઓની અવગણના કરવામાં આવી છે.

તેમણે કહ્યું, “નાણામંત્રી નિર્મલા સીતારમણે, જે બેઠકમાં હાજરી આપી હતી, તેમણે કર્ણાટકના લોકોની ચિંતાઓને અવગણી હતી. અમને નથી લાગતું કે કર્ણાટકના લોકોની વાત સાંભળવામાં આવી હતી, તેથી નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ કારણ નથી. તેમણે કહ્યું, વિરોધમાં, અમે ૨૭ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.