ટીમ ઈન્ડિયાને ટી ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો હતો. રાહુલ દ્રવિડે મજબૂત ટીમ ઈન્ડિયાને પાછળ છોડી દીધી છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે રાહુલ દ્રવિડ કોચ તરીકે ફરીથી ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે. આઈપીએલ ૨૦૨૫માં રાહુલ દ્રવિડ ટીમ સાથે જોડાયો હોવાના અહેવાલો છે.
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ બાદ ટીમ ઈન્ડિયા માટે રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. ત્યારથી રાહુલ બ્રેક પર છે, પરંતુ હવે દ્રવિડ ફરી એકવાર કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે. અહેવાલો અનુસાર, રાહુલ દ્રવિડ આઇપીએલ ૨૦૨૫માં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈ શકે છે. આ દરમિયાન રાહુલ ટીમમાં મુખ્ય કોચની ભૂમિકા ભજવતો જોવા મળશે. રાહુલનો રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે લાંબો સંબંધ છે એક સમય એવો હતો જ્યારે દ્રવિડ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી અને રાહુલ દ્રવિડ વચ્ચે આ અંગે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં ટૂંક સમયમાં મોટી જાહેરાત થઈ શકે છે. વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૫માં રાહુલ દ્રવિડે રાજસ્થાન રોયલ્સમાં મેન્ટરની ભૂમિકા ભજવી હતી. રાહુલ દ્રવિડ વર્ષ ૨૦૧૫માં ટીમ ઈન્ડિયા છ ના મુખ્ય કોચ બન્યા હતા. આ પછી, વર્ષ ૨૦૨૧ માં તેમને ભારતીય સિનિયર ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા.