વડોદરાના વાઘોડિયા રોડની સોસાયટીમાંથી ઝડપાયું કુટણખાનું

શહેરને સંસ્કારી નગરી કહેવામાં આવે છે. ત્યારે સંસ્કારી નગરીની ગરિમા પર લાંછન લાગે તેવી ઘટના સામે આવે છે. વડોદરા શહેર છેલ્લા ઘણા સમયથી વધી રહેલા ક્રાઇમ રેટને કારણે સતત સમાચારની સુખયોમાં રહે છે.તેવામાં આપણી સામાજિક વ્યવસ્થા પર સવાલો ઉભા કરે તેવી ઘટના સામે આવતા ચકચાર મચી છે.

બનાવની વિગતો જોઈએ તો, શહેરના વાઘોડિયા રોડ યોગી નગર યુએલસી પ્લોટ ખાતેના એક મકાનમાં કંઈક અજુગતું થતું હોવાની શંકા અહીંના સ્થાનિક લોકોને સતાવતી હતી. પરંતુ ત્યાંની શંકાસ્પદ ગતિવિધિથી અજાણ લોકો કાઇક કરી શક્તા ન હતા. છેલ્લા ઘણા દિવસોથી અહીંયા રોજેરોજ જુદજુદા પુરુષોની અવરજવર વધી જતાં સ્થાનિક મહિલાઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ગતિવિધિના મૂળ સુધી પહોચવાનું નક્કીકર્યું હતું. સ્થાનિક મહિલાઓ દ્વારા સમગ્ર મામલે મકાન માલિકને જાણ કરી હતી પરંતુ મકાન માલિકે ભાડાની લાલચમાં મહિલાઓની રજૂઆતને ગંભીરતાથી ન લેતા સ્થાનિક મહિલાઓ રણચંડી બની હતી.

ભાડાના મકાનમાં અન્ય પુરુષોની અવરજવર શરૂ થતાં મહિલાઓએ ખુદ દરોડો પાડયો હતો. મકાનની અંદરના દ્રશ્યો જોઈ સ્થાનિક મહિલાઓ પોતે શરમમાં મુકાઈ ગઈ હતી. મહિલાઓની તપાસ દરમિયાન ભાડાના મકાનમાં દેહવ્યાપાર ચાલતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.જેથી મહિલાઓ એ દેહવ્યાપર સાથે સંકળાયેલી મહિલાઓ તેમજ ગ્રાહકોને ઠપકો આપ્યો હતો પરંતુ ચામડાનો સ્વાદ ચાખી ગયેલા લોકો અને દેહવ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ એ સ્થાનિક મહિલાઓ સાથે ઘર્ષણ કરી અપમાનિત કરતા સ્થાનિક મહિલાઓ એ તમામનો ઘેરાવો કરી.પાણીગેટ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પાણીગેટ પોલીસનો સ્ટાફ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ભાડાના મકાનમાં એક મહિલા દલાલ ત્રણ યુવતીઓ અને ત્રણ ગ્રાહકો મળી આવ્યા હતા. પોલીસે તમામ લોકોની કડકાઈથી પૂછપરછ કરતા અહી છેલ્લા ત્રણ ચાર મહિનાથી દેહવ્યાપાર ચાલતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ઝડપાયેલા તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્થળ પરથી મોટી સંખ્યામાં ટુ વ્હીલર જપ્ત કર્યા છે.

ેેઉલ્લેખનીય છે કે, વિસ્તારમાં ચાલતા દેહ વ્યાપારને કારણે સ્થાનિક મહિલાઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું.અહી આવતા પુરુષો સ્થાનિક મહિલાઓને અલગ નજરથી જોતા જેથી સ્થાનિક મહિલાઓને દર વખતે શરમમાં મુકાવવું પડતું હતું. હાલ પાણીગેટ પોલીસે દેહવ્યાપાર સાથે અન્ય કેટલા લોકો સંકળાયેલા છે અને તેઓ છેલ્લા કેટલા સમયથી આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમજ સમગ્ર રેકેટ કેવી રીતે ચલાવવામાં આવતું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.