નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. આ વખતના બજેટ ભાષણમાં નાણામંત્રીએ એન્જલ ટેક્સ નાબૂદ કરવાની અને નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સના દરોમાં ફેરફાર કરવાની પણ જાહેરાત કરી છે. નાણામંત્રીએ પહેલીવાર નોકરી કરનારાઓને રાહત આપવા સંબંધિત જાહેરાતો પણ કરી છે
રોજગાર અને કૌશલ્ય વિકાસ એ સરકારની નવ પ્રાથમિક્તાઓમાંની એક છે. આ અંતર્ગત પહેલીવાર નોકરી શોધનારાઓને મોટી મદદ મળવા જઈ રહી છે. પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ ૧૫ હજાર રૂપિયા હશે.ઇપીએફઓમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. પાત્રતા મર્યાદા ૧ લાખ રૂપિયા પ્રતિ માસ હશે.
તેનાથી ૨.૧૦ કરોડ યુવાનોને ફાયદો થશે.૨. સરકાર પીએફમાં એક મહિનાનું યોગદાન આપશે : સરકાર રોજગારમાં પ્રવેશતા ૩૦ લાખ યુવાનોને પણ લાભ આપવા જઈ રહી છે. આ લાભ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાં એક મહિનાના યોગદાનના રૂપમાં હશે.૩. ટોપ-૫૦૦ કંપનીઓમાં ૧૨ મહિનાની ઇન્ટર્નશિપ અને એક કરોડ યુવાનોને માસિક ભથ્થું.: નાણામંત્રી નિર્માણ સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં ટોપ-૫૦૦ કંપનીઓમાં એક કરોડ યુવાનોને ઈન્ટર્નશિપની તક આપશે. આ ઇન્ટર્નશિપ ૧૨ મહિના માટે હશે.
આમાં, યુવાનોને વ્યવસાયના વાસ્તવિક વાતાવરણને જાણવાની અને વિવિધ વ્યવસાયોના પડકારોનો સામનો કરવાની તક મળશે. આ અંતર્ગત યુવાનોને દર મહિને ૫૦૦૦ રૂપિયાનું ભથ્થું પણ આપવામાં આવશે. આટલું જ નહીં, તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને ૧૦ ટકા ઇન્ટર્નશિપ ખર્ચ ઉઠાવવો પડશે.૪. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફાર : નવી ટેક્સ સિસ્ટમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ૫૦ હજાર રૂપિયાથી વધારીને ૭૫ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.
ફેમિલી પેન્શન પર છૂટની મર્યાદા ૧૫ હજાર રૂપિયાથી વધારીને ૨૫ હજાર રૂપિયા કરવામાં આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે આ બે ફેરફારોને ચાર કરોડ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. નાણામંત્રીએ એમ પણ કહ્યું કે ટેક્સ સ્લેબમાં ફેરફારથી ૧૦ લાખ રૂપિયાથી વધુ પગાર મેળવનારાઓ માટે ૧૭,૫૦૦ રૂપિયાની બચત થશે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ સ્લેબ આ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.ચેરિટીના કિસ્સામાં, બે અલગ-અલગ પ્રણાલીઓને બદલે એક કર મુક્તિ પ્રણાલી હશે. વિવિધ ચુકવણીઓ માટે પાંચ ટકા ટીડીએસને બદલે બે ટકા ટીડીએસની જોગવાઈ હશે.
મ્યુચ્યુઅલ ફંડ અથવા યુટીઆઇની પુન:ખરીદી પર ૨૦ ટકા ટીડીએસ પાછી ખેંચી લેવામાં આવી છે. ઈ-કોમર્સ ઓપરેટરો માટે ટીડીએસ ૧ ટકાથી ઘટાડીને ૦.૧ ટકા કરવામાં આવ્યો છે.
અમે પીએમ ગરીબ કલ્યાણ યોજનાને ૫ વર્ષ માટે લંબાવી છે. ૮૦ કરોડથી વધુ ગરીબ લોકોને તેનો લાભ મળી રહ્યો છે. પ્રધાનમંત્રીએ રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ માટે પાંચ યોજનાઓના પેકેજની જાહેરાત કરી. તેનાથી પાંચ વર્ષમાં ૪ કરોડ ૧૦ લાખ યુવાનોને ફાયદો થશે. આ યોજનાઓ પાછળ બે લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. વચગાળાના બજેટમાં અમે વિકસિત ભારતનો રોડમેપ આપવાનું વચન આપ્યું હતું.
બિહારના રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ માટે ૨૬ હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત. આનાથી પટના-પૂણયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર એક્સપ્રેસવેનો વિકાસ થશે. બોધગયા, રાજગીર, વૈશાલી અને દરભંગા રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટ પણ વિક્સાવવામાં આવશે. તે બક્સરમાં ગંગા નદી પર વધારાનો બે-લેન પુલ બનાવવામાં પણ મદદ કરશે. બિહારમાં ૨૧ હજાર ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેમાં પીરપેંટી ખાતે ૨૪૦૦ મેગાવોટનો નવો પ્લાન્ટ સ્થાપવાનો સમાવેશ થાય છે.પણ સામેલ છે. બિહારમાં નવા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનાવવામાં આવશે. મૂડી રોકાણોને ટેકો આપવા માટે વધારાની ફાળવણી આપવામાં આવશે. બહુપક્ષીય વિકાસ બેંકો પાસેથી બાહ્ય સહાય માટે બિહાર સરકારની વિનંતી પર ઝડપથી પ્રક્રિયા કરવામાં આવશે.
નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું છે કે કેન્દ્ર સરકારે પ્રવાસનના વિકાસ પર વિશેષ યાન આપવું જોઈએ. તેમણે મહાબોધિ મંદિર માટે કોરિડોર બનાવવાની જાહેરાતની વાત કરી છે. ગયાના વિષ્ણુપદ મંદિરમાં પણ કોરિડોર બનાવવામાં આવશે. કાશી વિશ્ર્વનાથ મંદિરના કોરિડોરની જેમ રાજગીર પણ બૌદ્ધ અને જૈન ભક્તો માટે મહત્વપૂર્ણ છે. રાજગીરના યાત્રાધામ વિસ્તારોનો પણ વિકાસ કરવામાં આવશે. નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે મજબૂત કરવા માટે વિકાસ પણ થશે. આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે સરકાર આંધ્ર પ્રદેશ પુનર્ગઠન કાયદાની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવા માટે સંકલિત પ્રયાસો કરશે.
બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્રપ્રદેશને નાણાકીય સહાયની સુવિધા આપશે. ચાલુ નાણાકીય વર્ષમાં ૧૫ હજાર કરોડ રૂપિયા અને આગામી વર્ષોમાં વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે. સરકાર પોલાવરમ સિંચાઈ યોજનાને વહેલી તકે પૂર્ણ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેનાથી આપણા દેશને ખાદ્ય સુરક્ષામાં પણ મદદ મળશે.