
- કેન્દ્રીય બજેટમાં બિહાર માટે કરવામાં આવેલી ઘણી જાહેરાતોનું જદયુએ સ્વાગત કર્યું.
લોક્સભામાં બજેટ ૨૦૨૪ની રજૂઆત પહેલા તમામની નજર બિહાર અને આંધ્રપ્રદેશને મોદી સરકારની તિજોરીમાંથી શું મળશે તેના પર હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આંધ્રપ્રદેશ અને બિહારના લોકોને નિરાશ કર્યા નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં બિહાર અને આંધ્રપ્રદેશને મોટી ભેટ આપી છે. આંધ્રપ્રદેશને ખાસ પેકેજની ભેટ મળી છે. નાણામંત્રીએ કહ્યું કે પુનર્ગઠન સમયે કરેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે.
રાજ્યને વિશેષ પેકેજની ભેટ મળ્યા બાદ સીએમ ચંદ્રબાબુ નાયડુએ ખુશી વ્યક્ત કરી હતી. બજેટ બાદ તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું કે રાજ્યમાં પછાત વિસ્તારોના વિકાસ પર યાન કેન્દ્રિત કરવા બદલ હું તેમનો આભાર માનું છું.
તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર તરફથી આ સમર્થન આંધ્ર પ્રદેશના પુન:નિર્માણમાં ઘણો આગળ વધશે. આ પ્રગતિશીલ અને આત્મવિશ્ર્વાસ-પ્રેરણાજનક બજેટ રજૂ કરવા બદલ હું તમને અભિનંદન આપું છું.
મોદી સરકારે બજેટમાં આંધ્રપ્રદેશને ઘણી ભેટ આપી. નાણામંત્રીએ કહ્યું કે પુનર્ગઠન સમયે કરેલા તમામ વચનો પૂરા કરવામાં આવશે. આંધ્રપ્રદેશ માટે લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવશે. નિર્મલા સીતારમણે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન કાયદામાં રાજ્યની મૂડીની જરૂરિયાતને સ્વીકારી છે.
બજેટ ૨૦૨૪ જનતા દળ (યુનાઇટેડ) એ મંગળવારે કેન્દ્રીય બજેટમાં બિહાર માટે કરવામાં આવેલી ઘણી જાહેરાતોનું સ્વાગત કર્યું અને કહ્યું કે આ વિકાસ પગલાં રાજ્યને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે. બિહારના સીએમ નીતિશ કુમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું કે અમે બિહારને વિશેષ દરજ્જો આપવા માટે સતત વાત કરી રહ્યા છીએ. અમે કહ્યું હતું કે વિશેષ દરજ્જો આપો અથવા વિશેષ મદદ આપો જેથી રાજ્ય આગળ વધી શકે. જો અમને કેન્દ્ર તરફથી વધારાની મદદ મળે તો તે ફાયદાકારક રહેશે.
જેડીયુના રાજ્યસભા સાંસદ સંજય કુમાર ઝાએ પણ બજેટ પર પ્રતિક્રિયા આપી છે. બિહાર માટે જાહેર કરાયેલા ભંડોળ અંગે સંજય કુમાર ઝાએ પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનો આભાર માન્યો અને કહ્યું કે આ બજેટમાં અમારા મુદ્દાઓ અને ચિંતાઓને સંબોધવામાં આવી છે. પ્રથમ વખત, ઉત્તર બિહારમાં પૂરને પહોંચી વળવા માટે બજેટમાં નક્કર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે…. મને ખાતરી છે કે જો રાજ્યને જરૂર પડશે તો સરકાર બિહારને વધુ મદદ કરશે.
જેડીયુના નેતા બજેટમાં બિહાર પર કેન્દ્રિત વિશિષ્ટ ઘોષણાઓનું સ્વાગત કરતા કહ્યું કે તે રાજ્યના વિકાસમાં અને તેને આત્મનિર્ભર બનાવવામાં અસરકારક રહેશે. પક્ષનું વલણ આપતાં, કે.સી. ત્યાગીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે હાઇવે માટે રૂ. ૨૬,૦૦૦ કરોડ અને પૂર સામે લડવા માટે રૂ. ૧૧,૫૦૦ કરોડની બજેટ ફાળવણી સાથે બિહારને વિશેષ નાણાકીય સહાય આપી છે. જેડીયુ તેની પ્રશંસા કરે છે.
તેમણે કહ્યું કે રાજ્યમાં નવા એરપોર્ટ અને મેડિકલ કોલેજ સિવાય અમે ગંગા નદી પર બે નવા પુલ બનાવવાની જાહેરાતને આવકારીએ છીએ. નાલંદા યુનિવસટીનો વિકાસ અને નાલંદા-રાજગીર કોરિડોર સહિતના પ્રવાસન સ્થળોનો વિકાસ કેન્દ્ર સરકારની મોટી વિઝનને દર્શાવે છે. તેમણે ગયાને કોલકાતા-અમૃતસર કોરિડોરનું મુખ્ય મથક બનાવવા અને બિહારને ત્રણ નવા એક્સપ્રેસવે આપવાનું પણ સ્વાગત કર્યું.