ચૂંટણી કમિશનર ગોયલની નિમણૂકનો મામલો, કેન્દ્રએ બંધારણ બેંચને ફાઈલ સોંપી

નવીદિલ્હી,

ચૂંટણી કમિશનર અરુણ ગોયલની નિમણૂકના મામલે કેન્દ્ર સરકારે બંધારણીય બેંચને ફાઈલ સોંપી છે. હકીક્તમાં, આ સંબંધમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી અરુણ ગોયલની ચૂંટણી કમિશનર પદ પર નિમણૂક સાથે સંબંધિત મૂળ ફાઇલને મંગાવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું, અમે જોવા માંગીએ છીએ કે ગોયલની નિમણૂકમાં કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું.

સુનાવણી દરમિયાન, જસ્ટિસ કેએમ જોસેફની પાંચ સભ્યોની બંધારણીય બેંચે કેન્દ્ર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીને કહ્યું કે અમે જોવા માંગીએ છીએ કે નિમણૂક કેવી રીતે થઈ. કઈ પ્રક્રિયા અનુસરવામાં આવી હતી. ગોયલે તાજેતરમાં જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોવાથી એવું કંઈક બન્યું નથી. જો નિમણૂક કાયદેસર છે, તો ગભરાવાની જરૂર નથી. બેન્ચે કહ્યું, તે કોઈ વિરોધી પગલું નથી, અમે તેને રેકોર્ડ પર રાખીશું. પરંતુ, અમે જાણવા માગીએ છીએ કે તમારો દાવો સાચો છે કે નહીં. અમે ૧૭મી નવેમ્બરથી સુનાવણી કરી રહ્યાં હોવાથી, ૧૯મી નવેમ્બરે એપોઇન્ટમેન્ટ અધવચ્ચે જ કરવામાં આવી હતી, તેને જોડી શકાય છે. જો આ સમયગાળા દરમિયાન નિમણૂક ન થઈ હોત તો તે યોગ્ય હતું. જસ્ટિસ જોસેફે કહ્યું, કોર્ટ એ જાણવા માંગે છે કે આ નિમણૂક કોણે પ્રેરિત કરી.

એટર્ની જનરલ વેંકટરામણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટે મોટા મુદ્દા પર યાન આપવું જોઈએ. પરંતુ બેન્ચે કહ્યું કે, તે નિમણૂક સંબંધિત ફાઇલ જોવા માંગે છે. વાસ્તવમાં, અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે કહ્યું કે બંધારણીય બેંચે ગયા અઠવાડિયે ગુરુવારે સુનાવણી શરૂ કરી હતી. આ પછી, ઉતાવળમાં અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આવા મુખ્ય ચૂંટણી કમિશનરની જરૂર છે, જે વડા પ્રધાન પર કોઈ આરોપો હોય તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. મુખ્ય ન્યાયાધીશ નો આ પદ માટેની સલાહકાર પ્રક્રિયામાં સમાવેશ પસંદગી પેનલની સ્વતંત્રતાને સુનિશ્ર્ચિત કરશે. કેન્દ્રમાં કોઈપણ શાસક પક્ષ કે જે સત્તા જાળવી રાખવા માંગે છે તે વર્તમાન સિસ્ટમ હેઠળ આ પદ પર ’યસ મેન’ની નિમણૂક કરી શકે છે.

ચૂંટણી પંચ (ચૂંટણી કમિશનરની સેવાની શરતો અને કામગીરી) અધિનિયમ, ૧૯૯૧ ચૂંટણી કમિશનરોના પગાર અને કાર્યકાળની સ્વતંત્રતા સુનિશ્ર્ચિત કરે છે. અત્યારે એવો કોઈ ’ટ્રિગર પોઈન્ટ’ નથી કે કોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવો પડે. કાયદો કહે છે કે ચૂંટણી કમિશનરોમાં સૌથી વરિષ્ઠ વ્યક્તિ જ ઝ્રઈઝ્ર તરીકે નિયુક્ત થશે. ચૂંટણી કમિશનરોની નિમણૂક કેન્દ્રીય સ્તરે સચિવો અને રાજ્ય સ્તરે મુખ્ય સચિવો દ્વારા કરવામાં આવે છે.