સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી પીજીવીસીએલને નુક્સાન થયું છે. અત્યાર સુધી ૧૨ સર્કલમાં ૧૦૦૦૦ ફીડર બંધ થયા અને હજી ૨૧૮ ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત છે. વરસાદને પગલે ૧૩ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તો બીજી બાજુ હાઈટેન્શન ૩૫ કિમીની લાઈન પર રીપેરીંગ ચાલુ છે. ૧૭૯ ટ્રાન્સફોર્મમાંથી ૪૪ પેન્ડિંગ છે અન્ય કાર્યરત છે. ૧૨ સર્કલમાં ટોટલ ૭૫૦ ટીમ મેદાન પર છે. તેઓ કુલ ૩૫૦૦ જેટલાં અસરગ્રસ્ત વીજપોલમાં કામગીરી કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર સહિત સુરતમાં પણ વરસાદે તબાહી મચાવી છે. સુરતના સારોલી ગામમા વરસાદી પાણી ઘુસ્યા. સારોલી પોલીસ મથક સંપર્ક વિહોણું થયું. જયારે સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સણીયા હેમાદ ગામમાં છાતી સમા પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. વરસાદી પાણીએ ભારે તારાજી સર્જતા ગામમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોને જીવનજરૂરીયાત વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી છે.
પોલીસ મથકના રોડ પર છાતી સમાં પાણી ભરાઈ ગયા અને રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. રોડ પર એક બસ પણ ગઈ કાલથી ફસાઈ છે. ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં પાણી ઘુસી ગયા છે. સ્કૂલમાં પાણી ઘુસી જતા સ્કૂલ બંધ કરાઈ છે. શહેરમાં વરસાદે આતંક મચાવતા લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી.
રાજ્યમાં ચોમાસું જામ્યુ છે. જૂનાગઢ, દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. ચુડામાં ૩ ઈંચ અને થાનમાં ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાંસલ ડેમમાં ૧૦૦% પાણીની આવક થઈ. જો કે ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. મૂળી, ચોટીલા, વઢવાણ સહિતમાં વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ. વરસાદના આગમનથી કપાસ મગફળી જેવા પાકોને ફાયદો થશે તેમ ખેડૂતોનું માનવું છે.