આણંદના ખંભાતમાં એસીબીની સફળ ટ્રેપ. સિટી સર્વે ઓફિસ ખંભાતમાં છઝ્રમ્એ કાર્યવાહી કરતાં ૧ લાખની લાંચ લેતા એક શખ્સને ઝડપી પાડ્યો. ગુપ્ત બાતમીના આધારે કાયદેશરની કાર્યવાહી હાથ ધરતા એ. એસ.પારેખ નામનો સુપ્રિટેન્ડેન્ટને લાંચ લેતા ઝડપી પાડ્યો. સુપ્રિટેન્ડન્ટ એ. એસ.પારેખે પોઝીટીવ અભિપ્રાય માટે ૧લાખની લાંચ માંગી હતી. પોલીસ રંગેહાથ સુપ્રિટેન્ડન્ટને ઝડપી પાડતા તેની અટકાયત કરી આગળ કાયદેસર કાર્યવાહી કરશે.
પ્રાપ્ત વિગત મુજબ એ.સી.બીને એક ફરિયાદ મળી હતી. જે મુજબ ફરિયાદીએ ખંભાત નગરપાલીકાના હસ્તકની સરકારી જમીન વેચાણથી ખરીદ કરવા સારૂ કલેકટર આણંદની કચેરી ખાતે ઓનલાઈન અરજી કરેલ હતી. જે પ્રક્રિયા સંદર્ભે કલેકટર આણંદની કચેરી તરફથી અરજીમાં જણાવેલ જમીનના રેકર્ડની ચકાસણી કરી સરકારના નિયમો અનુસાર જરૂરી દસ્તાવેજો તૈયાર કરી સ્પષ્ટ અભિપ્રાય સાથે દરખાસ્ત કરવા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી ખંભાતનાઓને સુચના કરેલ. જે જમીન ફરીયાદીના મિત્રને વેચાણ લેવા સારુ તેની દરખાસ્ત તૈયાર કરાવવા તથા હકારાત્મક અભિપ્રાય અપાવવા માટે આ કામના આરોપીએ ફરીયાદી પાસે રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માગણી કરેલ. પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી નો સંપર્ક કરતા ફરીયાદના આધારે આજે ૨૩ જુલાઈ ના રોજ લાંચના છટકુંનું આયોજન કર્યું હતું.આ છટકા દરમ્યાન આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી લાંચના નાણાની માગણી કરી રૂ. ૧,૦૦,૦૦૦/ લીધા. પોતાના સરકારી અધિકારીના હોદ્દાનો દુરઉપયોગ કરવા બદલ સુપ્રિટેન્ડન્ટ એ.એસ.પારેખની અટકાયત કરવામાં આવી.
મહત્વનું છે કે હજુ એક મહિનો થયો નથી ત્યાં છઝ્રમ્એ આ બીજી મોટી સફળ ટ્રેપ કરી. થોડા દિવસ પહેલા જ આણંદમાં જ એસ.સી.બી શાખામાં ફરજ બજાવનાર એક કોન્સ્ટેબલ ૭૦ હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ કોન્સ્ટેબલે એક મહિલા બુટલેગર પાસેથી ૭૦ હજારની લાંચ લઈ રહ્યો હતો ત્યારે એસીબીએ છટકું ગોઠવી તેને પકડી પાડ્યો. જયારે આ ગુનામાં સામેલ અન્ય એક હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો.
એસીબીએ ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન હેઠળ અનેક વખત કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓને રંગેહાથ ઝડપી પાડયા છે. પોતાની કાયદાકીય કામગીરીમાં એસીબી અનેક વિસ્તારોમાં વોચ ગોઠવે છે અને તેના આધારે છટકું ગોઠવી ગુનેગાર અને તેમને સાથે આપનાર પોલીસકર્મીઓને પણ ઝડપી પાડે છે. તાજેતરમાં પણ છઝ્રમ્એ સફળ ટ્રેપમાં સુપ્રિટેન્ડન્ટને ૧ લાખ રૂપિયાની લાંચ મામલે ઝડપી પાડી ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.