દે.બારીઆના પીપલોદમાં રૂદ્રાક્ષ કોમ્પ્લેક્ષની 6 દુકાનોને પંચાયતે સીલ કરી

દે.બારીઆના પીપલોદમાં રૂદ્રાક્ષ કોમ્પ્લેક્ષની 6 દુકાનોને પંચાયતે સીલ કરીદે.બારીઆ તાલુકાના પીપલોદ ગામે બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રેવન્યુ સર્વે નં.-9/બ વાળી જમીનમાં બિલ્ડિંગ દ્વારા 30 દુકાનોનુ શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યુ છે. તે શોપિંગ સેન્ટર ગ્રામ પંચાયતની બાંધકામની પરવાનગીના નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યુ હતુ. તેમજ તેમાં જે દુકાનો પણ ચાલુ થઈ હતી આ દુકાનો લાયસન્સ વગર તેમજ ફાયર સેફટી વગર ચાલતી દુકાનોને લઈ ગ્રામ પંચાયત દ્વારા આ ગેરકાયદેસર બાંધકામને લઈ બિલ્ડર તેમજ દુકાનદારોને પંચાયત દ્વારા અવાર નવાર નોટિસો પાઠવાઈ હતી. છતાંય બિલ્ડર દ્વારા કે દુકાનદારો દ્વારા જરૂરી આધાર-પુરાવા રજુ કર્યા ન હતા. જેથી ગ્રામ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રૂદ્રાક્ષ કોમ્પ્લેક્ષની છ દુકાનોને સીલ મારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. પીપલોદના સરપંચ છત્રસિંહ પટેલે જણાવ્યુ હતુ કે,નિતી નિયમોને અવગણીને બાંધકામ કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે.