ગોધરા શહેરના કનેલાવ તળાવમાં પડેલા અજાણ્યા 30 વર્ષિય યુવાનનુ સારવાર અર્થે ખસેડ્યા બાદ મોત નીપજયું હતુ.
ગોધરા શહેરના વાવડી બુઝર્ગ વિસ્તારમાં રહેતા દિપકકુમાર નારણભાઈ બારીયાએ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, કનેલાવ તળાવ ખાતેથી અંદાજે 30 વર્ષના અજાણ્યા યુવાનનો ડુબતો બચાવ્યો હતો. જયાં ઉપસ્થિત લોકો દ્વારા યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન યુવાનનુ મોત નીપજયું હતુ. આ અંગે પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.