ગોધરા ભુરાવાવ વિસ્તાર માંંથી સફેદ પથ્થર ભરેલ ટ્રકને પોલીસે ઝડપી

ગોધરા ભુરાવાવ વિસ્તારમાંં એસબીઆઈ બેંંક પાસેથી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે સફેદ પથ્થર ભરી ગેરકાયદેસર રીતે પસાર થતી હોય તેને રોકી કાગળો માંગતા રજુ નહિ કરી શકતા ટ્રક ચાલકની અટકાયત કરવામાં આવી.

ગોધરા એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, સફેદ પથ્થર ઓવર લોડ ભરીને ટ્રક પસાર થઈ રહી છે. જેથી ભુરાવાવ એસબીઆઈ બેંક પાસેથી ટ્રક નં. જીજે.06.ટીટી.9026ને રોકવામાં આવી હતી અને સફેદ પથ્થરનો રોયલ્ટી પાસ કે પરમીર રજુ નહિ કરતા પોલીસે ટ્રકને ડિટેઈન કરી ટ્રક ચાલકની અટકાયત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.