દેવાધિદેવ મહાદેવના કડાણા ડેમમાં પાણીનું સ્તર ઓછું થતા નદીનાથ મહાદેવના દ્વાર ખુલ્લાં થતાં શિક્ષણ મંત્રી દર્શન માટે પહોંચ્યા

1000 વર્ષ જૂનું પૌરાણિક નદીનાથમહાદેવનુ મંદિર કડાણા ડેમની જળ સપાટીમાં ઘટાડો થતા હાલ ખુલ્લુ થતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર દ્રારા ભોળાનાથના દર્શન માટે પહોંચ્યા હતા. મંત્રી દ્વારા મંદિરમાં પુજા કરી હતી જયારે ડેમમાં સપટી ઘટતા વરસાદ માટે મહાદેવને પ્રાથના કરી હતી. તદ્દઉપરાંત હાલ ડેમમાં નહિવત પાણી હોવાના કારણે ડેમ સત્તાધીશો દ્રારા છોડવામાં આવતા પાણી ઊપર રોક લગાવી સ્થાનિક લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે મંત્રી કુંવરજી બાવળિયા અને અધિક્ષક ઇજનેર ને ખેડાને આપવામાં આવતાં પાણી સ્થગિત કરવા રજુઆત કરી હતી. હાલ ડેમમાં 29 ટકા પાણી બચ્યું છે, જે માત્ર કડાણા અને સંતરામપુરના ના લોકો માટે પીવાં બચ્યું છે.