જીલ્લા વહીવટી તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એક્સન મોડમાં: જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય

  • લુણાવાડા તાલુકાની મોરઇ ગામની એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા હોસ્પિટલ દાખલ કરાઇ.

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના મોરઈ ગામમાં એક બાળકને તબિયત ખરાબ થતાં તેના પિતાએ બાળકને હોસ્પિટલમાં બતાવા લઈ જતાં હોસ્પિટલ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમણે બાળકને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું પણ બાળકના પિતાએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા વગર બાળકને ઘરે લઈ ગયા. ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને જાણ તથા તેમનો સ્ટાફ બાળકના પિતાના ઘરે સમજાવા ગયા પરંતુ તેઓ માન્યા નહીં અને ત્યારબાદ બાળકને તાંત્રિક પાસે વિધિ કરાવા લઈ ગયા અને તેમણે જણાવ્યું કે બાળકને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી.

આ સમગ્ર ઘટનાની જાણ જીલ્લા કલેકર અને જીલ્લાવિકાસ અધિકારીને થતાં તેમણા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી આનંદ પાટિલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સી આર પટેલ, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી જીગ્નેશ પંચાલ અને પોલીસ ટીમ બાળકીના ઘરે પહોચી બાળકને જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર ચાલુ કરવામાં આવી.