સંતરામપુર સુખી નદી પાસે રિવરફ્રન્ટ અને દબાણ દૂર કરવા માટે સંયુક્ત તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું

સંતરામપુર નગરમાં ઘણા સમયથી સુખી નદીને ડેવલોપ કરીને અને ફરવા લાયક સ્થળ માટેની વર્ષોથી નગરજનની જ્યારે સંતરામપુર નગરપાલિકા દ્વારા પ્રાંત અધિકારી પુન: વસવાટ અધિકારી મામલતદાર પોલીસ વિભાગ સીટી સર્વે ડીઆર નાયબ કાર્યપાલક ઇજનેર તમામ અધિકારી દ્વારા સ્થળ ઉપર જ નિરીક્ષણ કરવામાં આવેલું હતું. સંતરામપુર નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવા માટે અને સુખી નદીનો રિવરફ્રન્ટ બનાવવા માટેનું આજે નિરીક્ષણ કરવામાં આવેલું હતું. એક જ અઠવાડિયામાં તમામ અધિકારી દ્વારા તંત્ર દ્વારા માપણી કરીને તેમ પ્લાનિંગ અને આયોજન કરવામાં આવશે. સંતરામપુરની ચીબોટા અને સુખી નદીના બંને નદીઓ પર અંદાજ રૂપિયા 12 કરોડ ખર્ચીને રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને નગરની અંદર મોટા પ્રમાણમાં રહેલી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે દબાણ પણ દૂર કરવામાં આવશે. સંયુક્ત તંત્ર દ્વારા આજે નિર્ણય લેવામાં આવેલો હતો અને સ્થળ ઉપર અલગ અલગ જગ્યાએ નિરીક્ષણ કરવામાં આવેલું હતું