જીલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામા ચાંદીપુરમ વાયરસના સંદર્ભે મીટીંગ યોજાઈ

  • શંકાસ્પદ ચાંદીપુરમના કેસ અન્વયે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી.

જીલ્લા વિકાસ અઘિકારી એસ.ડી.વસાવાની અધ્યક્ષતામાં જીલ્લા પંચાયત નડિયાદ ખાતે તાલુકા ચાંદીપુરમ વાયરસને ધ્યાને લઈ એક બેઠક યોજાઈ હતી. જેમાં જીલ્લા વિકાસ અધિકારીએ સંબધિત તાલુકા વિકાસ અધિકારીઓને રોગ અટકાવ માટે ગ્રામ પંચાયત સ્તર સુધી જરૂરી પગલાઓ લેવા સુચના આપી હતી. જેમાં જીલ્લાની ગ્રામ પંચાયતોમાં ઢોરકોઠાર જયા ઢોરો માટે રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા જળવાય તે માટે ગામમાં પ્રજાજનોને સમજણ આપવા, સ્વચ્છતા વિષયક પગલા લેવા, જૂના મકાનોની તેમજ પ્લાસ્ટર વગરની દિવાલોમાં લીપણોથી તિરાડો પુરી લોકોને સેન્ડફ્લાયની માખી અંગે સમજૂત કરવા, જાહેર સ્થળો પર દુષિત પાણીનો નિકાલ કરવા અને આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ કામગીરી તેમજ જંતુનાશક દવા છંટકાવ કામગીરીમાં લોકસહકાર ઉભો થાય એ દિશામાં કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી.

આ મિટીગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓ હાજર રહ્યા હતા.