દે. બારીયા કોલેજમાં મહેંદી સ્પર્ધા યોજાઈ

વાય.એસ.આર્ટસ એન્ડ કે.એસ.શાહ કોમર્સ કોલેજ, દેવગઢ બારીયા, જી.દાહોદમાં તા.19-07-2024ના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 30 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કોલેજના ઈ. આચાર્ય ડો. એમ.એન.ગોહિલે વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કાર્ય હતા. સમગ્ર સ્પર્ધાનું આયોજન કરવામાં કોલેજના વિદ્યાર્થી યુનિયન કો-ઓર્ડીનેટર પ્રો. આર. બી. પટેલ અને ડો. અનિતાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંકે પઠાણ સાનિયા દ્વિતીય ક્રમાંકે ભોઈ સ્નેહા અને તૃતીય ક્રમાંકે લખારા આલ્ફિયા વિજેતા રહ્યા હતા. આ વિજેતા સ્પર્ધકોને સમગ્ર કોલેજ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા તથા કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર કોલેજ પરિવારનો સહયોગ રહ્યો હતો.