પાવાગઢ ખાતે દર્શનાર્થે આવેલ એમ.પી.ના પરિવારની ઈકો ગાડી માંચીથી નીચે ઉતરતી વખતે પલ્ટી જતાં 3 વ્યકિતને ઈજાઓ સારવાર માટે વડોદરા ખસેડયા

પાવાગઢ યાત્રાધામ ખાતે માતાજીના દર્શન માટે આવેલ મધ્યપ્રદેશના પરિવાર ઈકો ગાડીમાં દર્શન કરી માંંચીથી નીચે ઉતરતી વખતે પલ્ટી ખાઈ જતાં ઈકોમાંં સવાર 11 મુસાફરો પૈકી ત્રણને ઈજાઓ થવા પામી હતી. હાલોલ રેફરલમાં પ્રાથમિક સારવાર આપી વડોદરા ખસેેડવામાંં આવ્યા.

પાવાગઢ યાત્રાધામ ખાતે એમ.પી.ના બળવાની જીલ્લાના સેગવાથી ઈકો ગાડી લઈને મહાકાળી માતાજીના મંંદિરે દર્શન માટે આવ્યા હતા. મધ્યપ્રદેશનો પરિવાર દર્શન કરી માંચી થી નીચે ઉતારી રહ્યા હતા. ત્યારે બાવામન મસ્જીદ નજીકના વળાંકમાં ઈકો ગાડી પલ્ટી ખાઈ ગઈ હતી. ઈકો ગાડીમાં 11 મુસાફરો સવાર હતા. તે પૈકી એક મહિલા એક પુરૂષ અને બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા 108 દ્વારા હાલોલ રેફરલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત મિથુન ફુલસિંગ નરગાએને પગના ભાગે તેમજ હાથમાંં ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાળકી વંશિકા આકારામ રાવત ઉ.વ.2 અને સોનીયાબેન આકારામ રાવત ઉ.વ.22ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં હાલોલ રેફરલ માંથી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે જેટલા વ્યકિતઓને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. ઈકો ગાડી પલ્ટી જતાંં સ્થાનિક વાહન ચાલકો મદદમાં દોડી આવ્યા હતા. ગાડી પલ્ટી જવાની ધટનાને લઈ પાવાગઢ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી.