- પંચમહાલ જીલ્લાના ગોધરા સહિત વિવિધ તાલુકાના ખેડૂતો દ્વારા દિવેલા સિડ્સના કાર્યકમો કરવામાં આવે છે. જેના ભાવો દર વર્ષે નક્કી થાય છે.
ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને આ ભાવો નક્કી કરતા પહેલા ગુજરાત રાજ્ય બીજ નિગમ, ગુકોમસોલ, ખાનગી કંપનીઓ અને વિવિધ એજન્સીઓના અધિકરીઓની સયુંકત મિટીંગ રાખી સરકાર દ્વારા નક્કી કરેલ ભાવો મુજબના પૂરતા ભાવો મળે તે માટે અનુરોધ કરેલ હતા.
ધારાસભ્યની રજૂઆત અન્વયે આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં દિવેલાના ભાવો નક્કી કરવા બેઠક યોજવામાં આવી હતી.
સી.કે.રાઉલજી, ધારાસભ્ય ગોધરા, ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે.પેટલ, બીજા નિગમના અધિકારીઓ, સીડ્સ પ્રોગ્રામ કરાવતી કંપનીઓના અધિકારીઓ, એ.પી.એમ.સી ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી, પંચમહાલ જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદસિહ રાઉલજી, કિસાન સંઘના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, સહિત ખેડુત આગેવાનો હાજર રહ્યા હતા.
આ મિટીંગમાં ખેડૂતને બિયારણના પૂરતા ભાવ મળે તે માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.