કાલોલ જુમ્મા મસ્જીદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરા વાઇરસ ખતરો ઉભો છે અને એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણ વાળું મકાનની આજુબાજુ ભારે કચરો હોય ગંદકીને કારણે ચાંદીપુરા જેવી જીવલેણ બીમારી સર્જે તેવા સંજોગો હોય અને ગંદકી ની સાફસફાઇ કરવામાં આવતી નથી. જેને લઇ ચોમાસામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પંચમહાલ સમાચારમાં પ્રસિદ્ધ થતા સ્થાનિક આરોગ્ય તંત્ર સફાળી જાગી તાત્કાલિક એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણ વાળું મકાનની આજુબાજુના ઘરોમાં આરોગ્ય તંત્ર દોડી ગયો હતો અને શંકાસ્પદ ચાંદીપુરમ કેસોને ડામવા ગુજરાત સરકાર સંચાલિત કાલોલ શહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કાલોલના મોગલવાડા વિસ્તારોમાં પહોંચી પોરાનાશક ખુલ્લી પાણીની ટાંકીઓ અને ખંડેર મકાનમાં દવાઓનો છંટકાવ કરવા તત્પર બની ગયું હતું. જેના કારણે લોકોએ રાહત અનુભવી છે અને સ્થાનિક રહીશોએ મિડીયા કર્મીઓનું આભાર વ્યક્ત કર્યો હતો. જો કે, અહીં પાલિકા તંત્ર ધ્વારા આ વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને લોકોમાં હજુ પણ થોડી ઘણી નારાજગી જોવા મળી રહી છે.