મુંબઇ,
જાણીતા એક્ટર કમલ હાસનની તબિયત લથડી છે. જ્યારે કમલ હસન હૈદરાબાદથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમણે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે કમલ હાસનની તબિયત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે. હજુ સુધી તેમના સ્વાસ્થ્ય અંગે હોસ્પિટલ તરફથી કોઈ માહિતી મળી નથી. તો રિપોર્ટ તો એવા મળી રહ્યા છે કે કમલ હાસનને તાવ આવ્યો હતો અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે.
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કમલ હાસન ડિરેક્ટર શંકરની ફિલ્મ ’ઈન્ડિયન ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તેઓ ’બિગ બોસ તમિલ સીઝન ૬’નું શૂટિંગ પણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અભિનેતાને થોડા તણાવ હતો અને થાક્યા હોવાની માહિતી મળી રહી છે.
જ્યારે કમલ હાસન ’ઇન્ડિયન ૨’નું શૂટિંગ પૂરું કરશે ત્યારે તેઓ ડિરેક્ટર મણિરત્નમ સાથે કામ કરવાનું શરૂ કરશે. ફિલ્મનું નામ ’દ્ભૐ ૨૩૪’ છે.આ સિવાય કમલ હાસન પાસે ડિરેક્ટર પા રંજીથની એક ફિલ્મ પણ છે, જેના પર હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કરવામાં આવ્યું નથી.
કમલ હાસને ૬ વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. ૧૯૫૯માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ ’કલાથુર કન્નમ્મા’માં તેમણે એક અનાથ બાળકનો રોલ પ્લે કર્યો હતો. તેમના પર્ફોર્મન્સ માટે તેમને પ્રેસ્ટિજિયસ પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. કમલ હાસન ૧૯ વખત (૨ હિન્દી અને ૧૭ સાઉથ) ફિલ્મફેર અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિયેશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું, જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.
કમલ હાસન ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ફિલ્મફેર અવોર્ડ જીતનારા એક્ટર છે. તેઓ ૧૯ વખત (૨ હિન્દી અને ૧૭ સાઉથ) આ અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિયેશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું, જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.
કમલ હાસન તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમના પાર્ટ મક્કલ નિધિ મચ્યમએ અસંસદીય’ શબ્દોની નવી યાદીને કેન્દ્ર સરકારે આડે હાથ લીધી છે. પાર્ટીએ નવી યાદીની નિંદા કરતાં કહ્યું હતું કે તે લોકશાહીનું ગળું દબાવવા સમાન છે. ઉલ્લેખનીય છે કે લોક્સભા સચિવાલયે અસંસદીય શબ્દો ૨૦૨૧ શીર્ષક હેઠળ આવા શબ્દો અને વાક્યોનું નવું સંકલન તૈયાર કર્યું છે, જેમાં જુમલાજીવી, બાલ બુદ્ધિ સંસદ, શકુની, જયચંદ, લોલીપોપ, ચાંડાલ ચોકડી, ગુલ ખિલાયે, તનશાહ, ભ્રષ્ટાચાર, નાટક શબ્દો જેવા કે વિકલાંગ, પિથુનો સમાવેશ કરવામાં આવ્યો હતો.