દરિયાપુરમાં નાની હવેલીમાં દારૂની હેરાફેરી થતી હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓએ ૨૨ જુલાઈ ૨૦૨૪ના રોજ અહીં દરોડો પાડીને દારૂનો જથ્થો અને ૩ વાહન મળીને કુલ રૂ.રૂ.૩,૨૮,૬૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.એસએમસીના અધિકારીઓએ દરિયાપુર વોર્ડ જેપી સ્કૂલની સામે દારૂનું કટીંગ થઈ રહ્યું હતું ત્યારે જ દરોડો પાડ્યો હતો. જેને પગલે આરોપીઓ ભાગી ગયા હતા.
અહીંથી પોલીસે રૂ.૧,૭૮,૬૬૫ નો દારૂ અને ત્રણ વાહનો મળીને કુલ રૂ. ૩,૨૬,૬૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે દારૂનુ કટીંગ કરનારા રાજ ઉર્ફે નાનો દિલીપભાઈ પ્રજાપતિ, ત્રણ વાહનના માલિકો તથા દારૂનો જથ્થો મોકલનારા કુલ પાંચ આરોપી સામે ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ દરિયાપુર પોલીસ કરી રહી છે.