આજે મોદી સરકાર પોતાના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરશે,મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી શકે છે.

  • ૭માં બજેટમાં નાણામંત્રી ૭ જાહેરાત કરે તેવી સંભાવના.

નાણામંત્રી નિર્મલા સીતારમણ ૨૩ જુલાઈએ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આ બજેટ રજૂ કરતાંની સાથે જ નિર્મલા સીતારમણ પહેલાં મહિલા નાણામંત્રી બની જશે. આ રેકોર્ડ બનાવવાના માર્ગમાં નાણા મંત્રી સામે એવું બજેટ કરવાનો પડકાર છે, જે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાને ઘટાડી શકે. સાથે જ ઈકોનોમીની સ્પીડમાં પણ તેજી લાવવાનું કામ કરે.મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં મયમ વર્ગને ટેક્સમાં છૂટની ભેટ મળે તેવી આશા છે. તો નોકરિયાત વર્ગને આશા છેકે નાણામંત્રી આ વખતના બજેટમાં ઈક્ધમ ટેક્સમાં ઘટાડા તરીકે મોટી રાહત આપી શકે છે

આ વખતના બજેટમાં મયમ વર્ગને ખુશ કરવા માટે ટેક્સમાં છૂટ આપી શકે છે. ઈક્ધમટેક્સની મર્યાદાને ૫ લાખ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપીને દરેક વર્ગને રાહત આપી શકે છે. આ સમસ્યાનું સમાધાન કરીને મોદી સરકાર બીજા અનેક સેક્ટરને પણ મદદ કરશે. કેમ એફએમસીજીથી લઈને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સુધી તમામ ગ્રામીણ બજારો પર નિર્ભર છે. આવી જ રીતે ખેતીના ક્ષેત્રમાં પણ અનેક વિકાસલક્ષી યોજનાઓ જાહેર થઈ શકે છે.

ખેડૂતોને ઉત્પાદનનું યોગ્ય મૂલ્ય મળે તે માટે એમએસપીની ખામીઓ દૂર કરી શકે છે. ઉત્પાદનની સરકારી ખરીદી કુલ ઉપજની માત્ર ૬ ટકા જ છે. કૃષિ બજારો અને ગ્રામ હાટ જેવી વૈકલ્પિક સિસ્ટમ તૈયાર કરી શકે છે. આવી સિસ્ટમથી ખેડૂતોને એમએસપી જેટલી કિંમત મળી શકે છે.પીએમ ક્સિાન સન્માન નિધિની રકમને ૬૦૦૦થી વધારીને ૮૦૦૦ કરવામાં આવી શકે છે. આયુષ્માન ભારતનું કવરેજ વધારવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે. મનરેગા-રોડ નિર્માણ માટે વધારે રકમ આપવામાં આવી શકે છે.

લોક્સભાની ચૂંટણીમાં યુવાઓ માટે રોજગાર પણ સૌથી મોટો મુદ્દો હતો. એવામાં સરકાર આ બજેટમાં યુવાઓ પર ખાસ યાન આપી શકે છે તો રિયલ એસ્ટેટમાં પણ મોટી રાહત મળી શકે છે. ૪૫ લાખ સુધીના મકાન પર મળનારી સબસિડીને ૬૫ લાખ સુધી કરવામાં આવે તેવી માગણી છે તો હોમ લોનના વ્યાજ દરમાં પણ ટેક્સની છૂટની મર્યાદા ૨ લાખથી વધારીને ૫ લાખ કરવામાં આવે તેવી ડિમાન્ડ છે. જ્યારે ૮૦ સીની મર્યાદા દોઢ લાખથી વધારીને અઢી લાખ કરવાની માગ છે.આ સિવાય શિક્ષણ, હોસ્પિટાલિટી અને ઓટો સેક્ટર માટે પણ બજેટમાં અનેક મોટી જાહેરાત થવાની સંભાવના છે

મોદી સરકાર મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી શકે છે. સરકાર દેશમાં મહિલાઓ માટે મયપ્રદેશની જેમ લાડલી બહેના યોજના લાવી શકે છે. મયપ્રદેશ રાજ્ય સરકાર મહિલાઓને દર મહિને ૧૨૫૦ રૂપિયા આપી રહી છે. હવે કેન્દ્ર સરકાર પણ મય પ્રદેશ સરકારની યોજના દેશભરમાં લાવી શકે છે.

કોવિડ મહામારી દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી ૧૮ મહિના માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સની મોંઘવારી રાહતનું પેમેન્ટ રોકી દીધુ હતું. હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડીએ અને ડીઆર એરિયર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને મળી શકે છે. મોદી સરકારને ૧૮ મહિનાના ડીએ એરિયર રિલીઝ કરવાનો પ્રસ્તાવ મળ્યો છે અને સંભાવના છે કે સરકાર ૨૩ જુલાઈએ રજૂ થનાર પૂર્ણ બજેટમાં તેની જાહેરાત કરી શકે છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરી, રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ) ના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ સરકાર પાસે ૧૮ મહિનાનું રોકવામાં આવેલા બાકી મોંઘવારી ભથ્થાને જારી કરવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા ભારતીય પ્રતિરક્ષા મજદૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ કેન્દ્ર સરકાર પાસે પેમેન્ટ રિલીઝ કરવાની માંગ કરી હતી.

૧૮ મહિનાનું ડીએ એરિયર હજુ પણ પેન્ડિંગ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને લખેલા પત્રમાં શિવ ગોપાલ મિશ્રાએ કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારીને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત ત્રણ ભાગમાં રોકવામાં આવ્યું હતું. પરંતુ હવે દેશ ધીમે-ધીમે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યો છે, તો નાણાકીય સ્થિતિમાં સુધાર થઈ રહ્યો છે તે ખુશીની વાત છે.

પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં મિશ્રાએ રાષ્ટ્રીય પરિષદના સચિવ (કર્મચારી પક્ષ) ના રૂપમાં યાન અપાવતા કહ્યું કે ૧૮ મહિનાના ડીએ એરિયરનો મુદ્દો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મહત્વપૂર્ણ છે. જો સરકાર આ પ્રસ્તાવનો સ્વીકાર કરે છે તો કર્મચારીઓને મોટી રકમ પગારમાં મળી શકે છે, જે મોંઘવારીના સમયમાં તેની મદદ કરશે.

જો મોદી સરકાર ૧૮ મહિનાના ડીએ એરિયરના પ્રપોઝલનો સ્વીકાર કરે છે તો તે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર હશે. આવતીકાલે બજેટમાં આ મુદ્દે જાહેરાત થાય તેની રાહ કેન્દ્રીય કર્મચારીઓ જોઈ રહ્યાં છે.