હું હાલમાં સિંગલ છું અને કોઈને ડેટ કરતો નથી,અભિનેત્રી સુષ્મિતા સેન

સુષ્મિતા સેન દરરોજ કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. જો સુષ્મિતાના અંગત જીવનની વાત કરીએ તો તેની લવ લાઈફ હંમેશા હેડલાઈન્સમાં રહી છે. સુષ્મિતા સેનનું નામ ઘણા લોકો સાથે ડેટિંગ સાથે જોડાયેલું છે. સુષ્મિતા સેન વર્ષ ૨૦૧૮માં તેના કરતા ૧૫ વર્ષ નાની એક ઈન્સ્ટાગ્રામ મોડલના પ્રેમમાં પડી ગઈ હતી. આ કપલના સંબંધોને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચા થઈ હતી. સુષ્મિતા અને રોહમન શૉલે એકબીજાને ૫ વર્ષ સુધી ડેટ કર્યા બાદ ૨૦૨૧માં તેમના સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી હતી. કપલ આ રીતે અલગ થતાં તેમના ચાહકો ખૂબ જ દુ:ખી હતા. આ પછી પણ સુષ્મિતા અને રોહમન ઘણી વખત એકબીજા સાથે સ્પોટ થયા છે. કપલના બ્રેકઅપ પછી, જ્યારે તેઓને ચાહકો દ્વારા જોવામાં આવ્યા, ત્યારે તેમના ડેટિંગના સમાચારો ફરી આવવા લાગ્યા. હવે સુષ્મિતાએ આ તમામ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે.

તાજેતરમાં સુષ્મિતા સેનને એક પોડકાસ્ટમાં તેના ડેટિંગ વિશે એક પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું છેલ્લા બે વર્ષથી સિંગલ છું અથવા બીજા શબ્દોમાં કહીએ તો, હું ૨૦૨૧ થી કોઈ સંબંધમાં નથી. મારા જીવનમાં ઘણા અદ્ભુત લોકો છે જે મારા મિત્રો છે. હું હાલમાં સિંગલ છું અને કોઈને ડેટ કરતી નથી. ક્યારેક વિરામ લેવો સારું છે. મારો છેલ્લો સંબંધ પાંચ વર્ષ સુધી ચાલ્યો, જે ઘણો લાંબો સમય હતો. તેથી અત્યારે હું મારી જાતને સમય આપવા માંગુ છું.