નવીદિલ્હી,
ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ઑસ્ટ્રેલિયા સામે મળેલી ૩-૦ની હારથી ઈંગ્લેન્ડને આઈસીસી રેક્ધીંગમાં મોટું નુક્સાન થયું છે અને તેણે નંબર વનની ખુરશી ગુમાવી દીધી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ ફરી નંબર વન બની ગઈ છે. ઈંગ્લેન્ડે આ વર્ષે સપ્ટેમ્બરમાં ન્યુઝીલેન્ડને પછાડીને ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. જ્યારે પાકિસ્તાનને પછાડીને ઑસ્ટ્રેલિયા નંબર-૪ પર પહોંચી ગયું છે.
ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડના ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલાં ૧૧૯ રેટિંગ પોઈન્ટ હતા પરંતુ ત્રણ હારને કારણે ઈંગ્લેન્ડે ૬ પોઈન્ટ ગુમાવ્યા છે. હવે તેના ૧૧૩ રેટિંગ પોઈન્ટ છે. આવામાં ૧૧૪ રેટિંગ પોઈન્ટ સાથે ન્યુઝીલેન્ડ ટોચ પર પહોંચી ગયું છે. જ્યારે ભારત ૧૧૨ રેટિંગ અંક સાથે ભારત ત્રીજા ક્રમે છે જ્યારે ઑસ્ટ્રેલિયા ૧૧૨ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. ભારતના કુલ પોઈન્ટ (૩૮૦૨) ઑસ્ટ્રેલિયાના કુલ પોઈન્ટ (૩૫૭૨)થી વધુ છે.
ઉલ્લેખનીય છે કે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડે પાછલા બે વર્ષથી વન-ડે રેક્ધીંગમાં નંબર વનની ખુરશી માટે એકબીજાને પછડાટ આપી છે. ન્યુઝીલેન્ડે મે-૨૦૨૧માં ઈંગ્લેન્ડને પાછળ છોડીને પ્રથમ ક્રમ મેળવ્યોહતો અને સપ્ટેમ્બર-૨૦૨૨ સુધી આ સ્થાન પર ટકી રહ્યું હતું પરંતુ ઑસ્ટ્રેલિયા સામે હાર્યાબાદ પોતાની ખુરશી ગુમાવી દીધી હતી.
બીજી બાજુ કાલથી ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી શરૂ થવાની છે ત્યારે ટીમ ઈન્ડિયા જો ન્યુઝીલેન્ડને ૩-૦થી પરાજિત કરે છે તો તે નંબર વન બની જશે અને જો ૨-૧થી જીત મેળવે તો બન્ને સંયુક્ત રીતે પ્રથમ ક્રમે પહોંચશે.