દાહોદના જાલત ગામે ફોર વ્હીલ ચાલકે રસ્તો ક્રોસ કરતી 9 વર્ષીય બાળકને અડફેટમાંં લેતા ગંભીર ઇજાઓ થતાં મોત

દાહોદ તાલુકાના જાલત ગામેથી પસાર થતાં હાઈવે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલ એક 09 વર્ષિય બાળકને અડફેટમાં લેતાં 09 વર્ષિય બાળકનું શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.21મી જુલાઈના રોજ દાહોદના જાલત ગામેથી પસાર થતાં હાઈવે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો, તે સમયે ગરબાડાના ભીલવા ગામે સિંધી ફળિયામાં રહેતાં 09 વર્ષિય કૃષ્ણકુમાર સુમનભાઈ ગણાવા રસ્તો ઓળંગી રહ્યાં હતા. તે સમયે ફોર વ્હીલર ગાડીના ચાલકે કૃષ્ણકુમારને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારતાં કૃષ્ણકુમારને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સબંધે રાકેશભાઈ રમેશભાઈ પરમારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.