હાલ ધોરણ-5 ખેડા જીલ્લાની સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વિધાર્થી ભણતા વિદ્યાર્થીઓ કે જેમની જન્મ તારીખ 01-05-2013 થી 31-07-2015 ની વચ્ચે હોય તથા જવાહર નવોદય વિદ્યાલય માં ધોરણ – 6 માં પ્રવેશ લેતા સમયે ઉમેદવારે ધોરણ 5 ની પરીક્ષા પાસ કરેલી હોય તે વિદ્યાર્થીઓ માટે જવાહર નવોદય વિદ્યાલય, કઠલાલ, ખેડા દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26માં ધોરણ 5-(પાંચમાં) ભણતા વિધાર્થીઓ તરફથી ઓનલાઈન આવેદન પત્ર મંગાવવામાં આવે છે
પ્રવેશ પત્ર ભરવાની અંતિમ તારીખ : 16-09-2024 છે. ઓનલાઈન અરજી www. nvsadmission classvi.in અથવા www.navodaya.gov.in પરથી ભરી શકાય છે. પ્રવેશ પરીક્ષા તારીખ 18-01-2025 રહેશે. વધુ માહિતી માટે 02691243477 નંબર પર સંપર્ક કરવા આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય કઠલાલની અખબારી યાદીમાં જણાવેલ છે.