પંચમહાલ જીલ્લામાંં ચાંદીપુરા વાયરસના 11 જેટલા કેસ નોંધાયા 4 બાળકોના શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સંક્રમણને મોત નિપજાવા પામ્યા છે. જ્યારે 6 બાળકો સારવાર હેઠળ હતા તે પૈકી ધોધંબાના ઝીંઝરી ગામની 11 માસની બાળકીનું વડોદરા એસ.એસ.જી.માં સારવાર દરમિયાન મોત થતાં જીલ્લામાંં ચાંદીપુરા વાયરસને લઈ મૃત્યુઆંક પ ઉપર પહોંચ્યો છે. જેને લઈ આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે. દવાના છંટકાવ અને ચેકીંગ હાથ ધરાયું છે.
પંંચમહાલ જીલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ચાંદીપુરા વાયરસના 11 કેસ નોંધાવા પામ્યા છે. જેમાં ગોધરા તાલુકા, ધોધંબા, મોરવા(હ) તાલુકામાં ચાંદીપુરા વાયરસના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા હતા. જેમાં અત્યાર સુધી કોટડા, લાલપુરી, ખાબડા મળી અત્યાર સુધી 4 બાળકોના ચાંદીપુરા વાયરસને લઈ મોત થયા છે. જ્યારે આજરોજ ધોધંબાના ઝીંઝરી ગામની 11 માસની બાળકી ચાંદીપુરા વાયરસને લઈ એસ.એસ.જી.માં સારવાર હેઠળ હતી તે બાળકીનુંં મોત નિપજાવા પામવાની સાથે ચાંદીપુરા વાયરસમાંં મૃત્યુઆંક પાંચ સુધી પહોંચ્યો છે.
જ્યારે ધોધંબા તાલુકાના મોટી કાંટડી, બેટીયા અને કાલોલના કાદવીયા ગામના ત્રણ બાળકો સારવાર હેઠળ હતા તે ડિસ્ચાર્જ કરવામાંં આવ્યા છે.જીલ્લામાંં ચાંદીપુરા વાયરસ ભરડો લઈ રહ્યો છે. તે જોતાં પંચમહાલ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા દરેક તાલુકાઓમાં સર્વેલન્સ ટીમ સાથે રાખીને ચેકીંગ હાથ ધરવામાં આવ્યુંં છે. સાથે દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ ચાંદીપુરા વાયરસ વધુ ન ફેલાય તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.