તારીખ 21/07/2024ને રવિવારના રોજ ભારતીય જનતા પાર્ટી ઝાલોદ શહેર વોર્ડ નંબર-4 સાંઈ સર્જન સોસાયટીમાં મહિલા મોરચાની બહેનો દ્વારા ગૌરીવ્રત નિમિત્તે ગૌરીવ્રત કરતી બાળાઓનું પૂજન કરી ફળફળાદી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝાલોદ ભાજપા મહિલા મોરચાના મહામંત્રીજીગનીશાબેન પંચાલ, રૂપલબેન દરજી, રંજનબેન પરમાર તેમજ મોરચાની અન્ય બહેનો મોટી માત્રામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.