સહકાર ભારતી દ્વારા જીલ્લાની ક્રેડિટ સોસાયટી અને પગારદાર મંડળીઓનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ

એ.પી.એમ.સી,ગોધરા ખાતે સહકાર ભારતીના પ્રદેશ સંગઠન અધ્યક્ષ જીવણભાઈ ગોલેજી તા.22/07/2024ને સોમવારનાં રોજ પંચમહાલ જીલ્લાની કેડીટ સોસાયટી અને પગારદાર મંડળીઓનાં હોદ્દેદારો ની તેઓની સંસ્થાનાં વિકાસ અને પ્રગતિ માટે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું. માકેટીંગયાર્ડ, રાણાવાસ પાસે એ.પી.એમ.સી ખાતે સોમવાર નારોજ સાંજનાં 05:30 કલાકે બેઠક મળી. જેમાં જીલ્લાની બેન્કો, સહકારી મંડળીઓ, પગારદાર કર્મચારી મંડળીઓ, શિક્ષક મંડળીઓના હોદેદારો કર્મચારીઓ હાજર રહયા હતા. સહકારી મંડળીઓના સંચાલન અંગે સચોટ અને ઉત્તમ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.