કાલોલ મોગલવાડા અને ભડીયાદરા પીર પાસેની પાણીની ટાંકી નીચે ગંદકીને લીધે ચાંદીપુરમ વાયરસ ફેલાવવાની શક્યતા ઓને લઇ લોકોમાં પાલિકા સામે ભારે રોષ

કાલોલ જુમ્મા મસ્જિદ સામે મોગલવાડા વિસ્તારમાં અનિયમિત સાફસફાઇ લઇને ચાંદીપુરમ વાયરસનો ખતરો દેખાય રહયો છે. ત્યારે એક ખંડેર બંધ હાલતમાં માટી અને લીંપણવાળું મકાનની આજુબાજુ ભારે કચરો હોય ગંદકીને કારણે ચાંદીપુરમ જેવી જીવલેણ બીમારી રોગો થાય તેવી દેહસત સતાવી રહી છે અને તેવા સંજોગોમાં પણ ગંદકીની સાફસફાઇ કરવામાં આવતી નથી. જેને લઇ ચોમાસામાં માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તબીબી સૂત્રો અનુસાર આ વાયરસ સેન્ડ ફ્લાય કે જે બાલુમાખી તરીકે ઓળખાય છે, તે કરડવાથી ફેલાય છે અને આ માખી મકાનોની દિવાલોની અંદર કે બહારની તિરાડમાં રહે છે અને અંધારિયો, હવા ઉજાસ વગરનો રૂમ હોય તેમાં પેદા થાય છે.

ત્યારે સ્થાનિક રહીશોએ અનેક વખત રજુઆત કરી હોવા છતાં અને મોહરમ પર્વના તહેવારોમાં પણ સાફસફાઈની કાર્યવાહી કરવામાં આવી નથી. તેવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. જેથી પાલિકા સામે લોકો ભારે આકોષ વ્યક્ત કરી હતી અને આજરોજ લેખીતમાં પાંચ લોકોની સહીં સાથે રજુઆત કરી છે. ત્યારે બીજી બાજુ ચાંદીપુરમ વાઇરસનો ખતરો લાગી રહયો છે. ત્યારે ભડીયાદરા પીરની દરગાહ પાસે નગરપાલિકાની પાણીની ટાંકી નીચે ભારે ગંદકી છે. ત્યારે મચ્છર ઉપદ્રવનું કારખાનું હોય તેવો નજારો સામે આવેલ છે, જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ અટકે તેના માટે જવાબદાર તંત્ર સ્થળની મુલાકાત લઇ ગંદકી દૂર કરાવી દવાનું છંટકાવ કરવા માટે ત્વરીત કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહેવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.