દાહોદ તાલુકાના હિમાલા ગામે એક રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાન માંથી પોલીસે વિદેશી દારૂનો રૂા.25,900નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જ્યારે પોલીસને જોઈ મકાન માલિક નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.20મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના હિમાલા ગામે તળાવ ફળિયામાં રહેતાં જગતસિંહ કોયચંદભાઈ પેલીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતી પ્રોહી રેડ પાડતાં પોલીસને જોઈ જગતસિંહ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેના રહેણાંક મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ,168 કિંમત રૂા.25,900નો પ્રોહી જથ્થો પોલીસે કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.