દાહોદના ખેંગલા ગામે આઈસર ચાલક ફોર વ્હીલને અડફેટમાં લેતાં બે વ્યકિતને ઈજાઓદાહોદ તાલુકાના ખંગેલા ગામે નેશનલ હાઈવે રોડ પર એક આઈસર ગાડીના ચાલકે એક ફોર વ્હીલર ગાડીને અડફેટમાં લેતાં ગાડીના ચાલક સહિત બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી આઈસર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
મધ્યપ્રદેશના ઉજ્જૈન જીલ્લામાં વડનગર તાલુકામાં ઝલારીયા ગામે રહેતાં દિનેશભાઈ છોગાલાલ પ્રજાપતી પોતાના પિતા છોગાલાલને કેન્સરની બીમારી હોય વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ગત તા.19મી જુલાઈના રોજ પોતાના કબજાની ફોર વ્હીલરમાં લઈ વડોદરા જતાં હતા. ત્યારે દાહોદ તાલુકાના ખંગેલા ગામે નેશનલ હાઈવેલ પરથી પસાર થતાં તે સમયે સામેથી આવતી એક આઈસર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દિનેશભાઈની ફોર વ્હીલરને જોશભેર ટક્કર મારતાં દિનેશભાઈને તથા તેમના પિતા છોગાલાલને શરીરે, હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સાથે ઘટના સ્થળે પહોંચી બંન્ને ઈજાગ્રસ્ત પિતા-પુત્રને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ઈજાગ્રસ્ત દિનેશભાઈ છોગાલાલ પ્રજાપતીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.