સ્ટ્રોસબર્ગ,
આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સના હવાલાથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ઇયુએ તર્ક આપ્યો હતો કે મોસ્કોના સૈન્ય હુમલાએ ઊર્જાના પાયાના માળખા, હોસ્પિટલો, સ્કૂલો અને શેલ્ટર્સ જેવા નાગરિક ઠેકાણાઓ પર હુમલા કરીને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કર્યો છે.
ઇયુએ યૂક્રેન પર હુમલાને ક્રૂર અને અમાનવીય કૃત્ય ગણાવ્યું છે. યુરોપિયન સંસદના સભ્યોએ કહ્યું હતું કે રશિયાએ જાણીજોઇને યૂક્રેનની નાગરિક વસતી પર હુમલા અને અત્યાચાર કર્યા છે. સભ્યોએ કહ્યું હતું કે મોસ્કોએ નાગરિક માળખાનો વિનાશ, માનવ અધિકારોનો ભંગ અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાઓ વિરુદ્ધ યુદ્ધ અપરાધના કાર્ય કર્યા છે, જે આતંકવાદી કૃત્ય સમાન છે. ફ્રાન્સના સ્ટ્રોસબર્ગમાં માસિક પૂર્ણ સત્ર દરમિયાન બુધવારે રજૂ કરાયેલા પ્રસ્તાવના પક્ષમાં ૪૯૪ મત પડયા હતા જ્યારે પ્રસ્તાવના વિરોધમાં ૫૮ સભ્યે મત આપ્યો હતો. દરમિયાન યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ટ્વિટ કરીને આ નિર્ણયને આવકાર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે હું યુરોપિયન સંસદ દ્વારા રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશ જાહેર કરવાના નિર્ણયને આવકારું છું. રશિયાને તમામ સ્તરે અલગ કરાવું જોઇએ અને યૂક્રેન અને દુનિયાભરમાં આતંકવાદ માટે તેને જવાબદાર ગણાવવું જોઇએ.
યુરોપિયન સંસદે પાસ કરેલો આ પ્રસ્તાવ કાનૂની રૂપે બંધનકારક નથી. જાણકારો અનુસાર યુરોપિયન સંસદનું આ પગલું ઘણી હદ સુધી પ્રતીકાત્મક છે. કારણ કે યુરોપિયન સંઘ પાસે તેનું સમર્થન કરવા માટે કોઇ કાનૂની માળખું નથી. પિૃમના દેશ પહેલા જ રશિયા પર આકરા પ્રતિબંધ લાદી ચૂક્યા છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પણ અમેરિકા અને અન્ય દેશોને આગ્રહ કર્યો હતો કે તે રશિયાને આતંકવાદ પ્રાયોજક દેશ જાહેર કરે.