સ્કૂલ વાહનો મામલે હવે શાળાઓની જવાબદારી પણ નક્કી થશે અને તેઓ કોઈ અનિચ્છનીય બનાવમાં છટકી શકશે નહીં. તેના માટે રાજ્યમાં સૌપ્રથમ દાહોદ જીલ્લામાં પ્રયોગ હાથ ધરાયો છે, નિયમ વિરૂદ્ધ ચાલતા સ્કૂલ વાહનો મામલે શાળાઓની જવાબદારી નક્કી કરવા સાથે માર્ગ સલામતીના પગલા માટે ડીસ્ટ્રીક્ટ રોડ સેફટી કમિટી અંતર્ગત તાલુકા વાર ટ્રાન્સપોર્ટેશન કમિટી ફોર સ્કૂલ ગઠન કરાનાર છે.
સ્કૂલ વાહનોના પરિવહન સંબંધિત માર્ગ સલામતી વધુ સુદ્રઢ અને સુરક્ષિત બનાવવા સાથે માર્ગ સલામતી માટેની ઝુંબેશ વધુ સઘન બને તેમ જ યોગ્ય મોનિટરિંગ થાય તે હેતુથી આ ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણય અંતર્ગત દરેક તાલુકા દીઠ કમિટી બનાવવામાં આવશે. તેમાં મહેસુલ મામલતદાર, સબંધિત પોલીસ મથકના થાણા અધિકારી, આરટીઓ ઇન્સ્પેક્ટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.