બાંગ્લાદેશમાં અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલન હિંસક સ્વરૂપ ધારણ કર્યુ છે. પ્રદર્શનકારીઓની અથડામણના કારણે સ્થિતિ વધુ વણસતાં અનેક ઠેકાણે કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.ત્યારે બાંગ્લાદેશ ભણવા ગયેલા 250થી વધુ ભારતીઓ હાલ ફસાઇ ગયા છે. જોકે, તેમાં ચિતાગોંગમાં તબીબી અભ્યાસ માટે ગયેલા ગોધરાના 20થી વધુ છાત્રો અટવાયા છે. જેમના પરિવારો ભારે ચિંતિત છે. જોકે, તમામ છાત્રો સલામત સ્થળે હોવાની માહિતી મળતાં હાશકારો થયો છે.
બાંગ્લાદેશ નોકરીઓમાં આરક્ષણ નાબૂદ કરવાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું છે. વાસ્તવમાં હાલ બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ છે કે, પોલીસ સાથેની અથડામણમાં 100થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા છે. હાલમાં બાંગ્લાદેશમાં બસ, ટ્રેન અને મેટ્રો સેવાઓ ઠપ થઈ ગઈ છે. હિંસા વધતી અટકાવવા માટે સરકારે મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દીધું છે. શાળાઓ, કોલેજોની સાથે મદરેસાઓ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યા છે.
જેને લઈને ભારતીય વિધાર્થીઓ પણ ફસાયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાંથી અંદાજિત 250 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશ ખાતે અલગ આગ શહેરોમાં અભ્યાસ અર્થે પહોંચ્યા છે. જેમાં ગોધરાના અંદાજિત 20 વિધાર્થીઓ ચિતાગોંગમાં તબીબી અભ્યાસ અર્થે ગયા છે. રમખાણોને લઈને ગોધરા ખાતેના તેમના પરિવારો હાલ ચિંતિત છે. પણ તમામ વિધાર્થીઓ હાલ સુરક્ષિત હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું. વિધાર્થીઓ સાથે ગત રોજ ભારતીય કોન્સુલેટના અધિકરીઓ દ્વારા મીટિંગ કરી સુરક્ષા સાથે દરેક મદદની ખાતરી આપી છે.
સ્થિતિ વધુ વકરશે તોબાંગલાદેશ સરકારની મદદથી તેઓને ભારત પરત મોકલવામાં આવશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતના અનેક વિધાર્થીઓ પરત ફર્યાના પણ સમાચાર મળી રહ્યા છે.
મારો પુત્ર ઝેદ હાલ બાંગ્લાદેશ ખાતે સાઉથન મેડિકલ કોલેજ ખાતે તબીબી અભ્યાસ કરી રહ્યો છે. બાંગ્લાદેશની સ્થતિને લઈ અમો પુત્રના સતત સંપર્કમાં છે. હાલ તે કોલેજમાં અત્યંત સુરક્ષિત છે.- ડો.ઈદ્રીસ કંકોડી, વિધાર્થીના પિતા…