શહેરા તાલુકાના એક ગામની સગીરાને લગ્નના ઈરાદે ભગાડી લઈ જનાર શારીરિક શોષણના ગુનામાં શહેરા તાલુકાના ડેમલીના શૈલેષ રાજેશભાઇ ચૌહાણને સ્પે.પોકસો કોર્ટે 20 વર્ષની સજાીફટકારી છે.
શહેરા તાલુકાના એક ગામની સગીરાને શહેરા તાલુકાના ડેમલી ગામના શૈલેષકુમાર રાજેશકુમાર ચૌહાણ પટાવી ફોસલાવી લગ્નના ઈરાદે શારીરિક શોષણ કરવા ફરિયાદીના વાલીપણામાં ભગાડી જતાં શહેરા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. આ ગુનામાં આરોપીને ઝડપી પાડેલ હતા અને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતાં પંચમહાલ જીલ્લા સ્પે.જજ તથા બીજા એડી.સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી ગયો હતો. સરકારી વકિલ આર.એમ.ગોહિલની દલીલોને સાંભળી હતી અને આરોપી શૈલેષકુમાર રાજેશભાઇ ચૌહાણને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી.