કાલોલ તાલુકાના વેજલપુર ચાંદાની ગાડી અલી મસ્જીદ પાસે રહેણાંંક મકાનમાં ગૌવંશનું કત્તલ બાબતે મળેલ બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 295 કિલો ગ્રામ ગૌમાંસના જથ્થા સાથે 3 આરોપીઓ 4,08,060/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાંં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચાંદાની વાડી અલી મસ્જીદ પાસે રહેણાંક મકાનમાં ગૌવંશની કત્તલ કરાતી હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન આરોપીઓ સાદિક ઈસ્માઈલ પાડવા ઉર્ફે આઠમણીયો, રસીદા સાદીક ઈસ્માઈલ પાડવા, સુગરા હુસેન ગોધરાયાને સગેવગે કરવામાં આવતાં 295 કિલો ગ્રામ કિંમત 59,000/-રૂપીયા, ફોર વ્હીલ, બાઈક મોબાઈલ ફોન, રોકડા 1,15,190/-રૂપીયા મળી કિંમત 4,08,060/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. જ્યારે ચાર ઈસમો નાશી છુટીયા હતા. આ બાબતે વેજલપુર પોલીસ મથકે પશુ સંંરક્ષણ સુધારા એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.