ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમ કરી શક્યું ન હતું,મમતા

  • એનડીએ સરકાર ટૂંક સમયમાં પડી જશે,અખિલેશ યાદવ.

બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસની રેલીમાં બોલતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેની પાસે ૩૮ ટકા મહિલા સાંસદ છે. ચૂંટણી પહેલા ભાજપે મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો દાવો કર્યો હતો, પરંતુ તેમ કરી શક્યું ન હતું. ધર્મતલામાં ચાલી રહેલી રેલીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે એનડીએ સરકાર ટૂંક સમયમાં પડી જશે.

મમતા બેનર્જીએ કહ્યું કે અખિલેશ યાદવ મારા આમંત્રણ પર કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા, હું તેમનો આભાર માનું છું. હું ઈચ્છું છું કે સમગ્ર દેશ સાથે બંગાળના સંબંધો સુધરે. યુપીમાં અખિલેશ યાદવે બતાવેલી રમત બાદ ભાજપે રાજીનામું આપી દેવું જોઈતું હતું.

આ દરમિયાન, સપાના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, સાંપ્રદાયિક ધોરણે ભારતને વિભાજિત કરવાનું કાવતરું કરી રહેલી શક્તિઓને અસ્થાયી સફળતા મળી શકે છે, પરંતુ આખરે તેઓ હારશે. કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર લાંબો સમય નહીં ચાલે, તે ટૂંક સમયમાં પડી જશે.

ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી રેલીમાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપે બંગાળના તમામ ફંડ રોકી દીધા છે. ભાજપ બંગાળને બદનામ કરી રહી છે. લોક્સભાની ચૂંટણીમાં ભાજપે નકલી સ્ટોરી બનાવીને બંગાળને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું અને સંદેશખાલીનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. અભિષેક બેનર્જીએ કહ્યું કે આ વખતે ભાજપે ૪૦૦ પાર કરવાનો નારો આપ્યો, પરંતુ ૨૪૦ પર અટકી ગયો. ટીએમસી સામે ED અને ઉપયોગ કર્યો પરંતુ જીતી ન હતી. પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે ૨૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ ED એ પાર્થ ચેટરજીના ઘરે દરોડા પાડ્યા અને તેમની ધરપકડ કરી. જે ભૂલ કરે છે તેને અમે બચાવતા નથી. અમે પણ અન્યાય થવા દેતા નથી. જો પાર્થ ચેટર્જીની જીજીઝ્ર-્ઈ્ કૌભાંડમાં, NEET કૌભાંડમાં ધરપકડ થઈ શકે છે

૨૧ જુલાઈ, ૧૯૯૩ના રોજ, મમતા બેનર્જીની આગેવાની હેઠળના રાઈટર્સ કેમ્પેઈન દરમિયાન ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દરમિયાન મમતા બેનર્જી યુથ કોંગ્રેસના અધ્યક્ષ હતા, પરંતુ તૃણમૂલ કોંગ્રેસની રચના બાદ મમતા બેનર્જી દર વર્ષે ૨૧મી જુલાઈને શહીદ દિવસ તરીકે ઉજવે છે.