આરોગ્ય પ્રધાન ૠષિકેશ પટેલ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તેમણે ચાંદીપુરા વાઇરસને લઈને નિરીક્ષણ કર્યુ છે. તેમણે અધિકારી અને ડોક્ટર સાથે સમીક્ષા બેઠક કરી હતી. તેની સાથે તેણે પીઆઇસીયુમાં દાખલ થયેલા બાળ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ ચર્ચા કરી છે.
આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે રાજ્યમાં વાયરલ એક્ધેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સાબરકાંઠા જિલ્લાની કરી મુલાકાત કરી છે. આરોગ્ય મંત્રીશ્રીએ હિંમતનગર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે વાયરલ એક્ધેફેલાઇટીસની સારવાર હેઠળના બાળ દર્દીઓની મુલાકાત કરીને આરોગ્ય પૃચ્છા કરી હતી. વાયરલ એક્ધેફેલાઇટીસ કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે.
મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એક્ધેફેલાઇટીસના શંકાસ્પદ કેસોની સારવાર, વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે વિગતવાર સમીક્ષા કરી. તેમણે અસરગ્રસ્ત ગામો સહિત જિલ્લાના તમામ ગામોમાં દવા અને સ્પ્રેના છંટકાવ કરવા સૂચન કર્યું
વાયરલ એક્ધેફેલાઇટીસના અને પાણીજન્ય રોગો સામે અગમચેતીના ભાગરૂપે આ સૂચન કર્યું હતું. તાવ , ઝાડા , ઉલટીના સામાન્ય લક્ષણો બાળકોમાં જણાઈ આવે તો સ્થાનિક કક્ષાએ રાહ જોયા વિના તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું, એમ આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે જણાવ્યું હતું.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ, કમિશનર શ્રી, સાબરકાંઠા જિલ્લા કલેકટર , જિલ્લા વિકાસ અધિકારી સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. બાળ દર્દીઓના સગા સાથે આરોગ્ય મંત્રીએ કરી ચર્ચા કરી હતી.