મતદાન મથકોની ર00 મીટરની ત્રિજયામાં કેમેરા, મોબાઇલ સહિતના સાધનો સાથે પ્રવેશી શકાશે નહી

દાહોદ,

દાહોદ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 ના મતદાનના દિવસ તા. 5-12-2022 ના રોજ 00.00 કલાકથી મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ મતદાન મથકોની અંદર તથા તેની 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇ પણ વ્યક્તિ કેમેરા, મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, પેજર અને તેને આનુષંગિક ઇલેક્ટ્રિકલ ગેઝેટસ, એસેસરીઝ સાથે પ્રવેશ કરવા ઉપર તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવાનો અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરે આદેશ કર્યો છે. આ આદેશ ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓને લાગુ પડશે નહી.