અર્જુન કપૂર હવે મોટોસ્પોર્ટ્સની ઇવેન્ટ ધી ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યો છે. એ માટે તે દિલ્હીની ફ્રૅન્ચાઇઝી સ્પીડ ડિમન્સ દિલ્હીનો માલિક બન્યો છે. એ માટે તેણે મલ્ટિયરનું ઍગ્રીમેન્ટ કર્યું છે. કલકત્તાની ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલી દ્વારા હાલમાં લૉન્ચ કરવામાં આવી હતી. હવે અર્જુન કપૂરે તેની પોતાની ટીમની જાહેરાત કરી છે.
અર્જુને તેના ફૅન્સને આ કારની મોટોસ્પોર્ટ્સ ઇવેન્ટમાં આવીને ડ્રાઇવર્સને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી છે. આ વિશે અર્જુન કહે છે, ‘હું નાનો હતો ત્યારથી મોટોસ્પોર્ટ્સ અને કારમાં રસ ધરાવતો હતો. રેસિંગમાં દિલ્હીના લોકોને કેટલો પ્રેમ છે એ જગજાહેર છે. ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ અને અમારી દિલ્હીની ટીમ યુવાન ડ્રાઇવર્સ અને ફૅન્સને આકર્ષવા માટે સક્ષમ છે. મારું માનવું છે કે આપણે ઇન્ડિયન ટૅલન્ટને શોધી તેમને પૂરતું પ્રોત્સાહન આપી શકીએ છીએ જેથી તેઓ દુનિયાભરમાં ઇન્ડિયાને રીપ્રેઝન્ટ કરી શકે.’
આ ફેસ્ટિવલમાં દિલ્હી, હૈદરાબાદ, બૅન્ગલોર, ચેન્નઈ, ગોવા, કોચી, અમદાવાદ અને કલકત્તાની ટીમ જોવા મળશે. ઑગસ્ટથી નવેમ્બર સુધી આ ફેસ્ટિવલ ચાલશે જેમાં ઘણી કૉમ્પિટિશન્સ જોવા મળશે.