મહુવા પંથકમાં દારૂનું દૂષણ: યુવાધન નશાના રવાડે ચડયું, ગુન્હાખોરી વધ્યાનો આક્ષેપ

મહુવાના ક્તપર ગામે તાજેતરમાં પોલીસે યોજેલાં લોક દરબારમાં સ્થાનિક મહિલાઓએ દારૂના હાટડાં સહિત ખુલ્લેઆમ ધમધમતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા કરેલી આક્રમક રજૂઆતનું કોઈ પરિણામ ન આવ્યું ન હોય તેમ, આજે મહુવાના નવયુવાનોના એક સમુહે પોલીસ અને ડે. કલેકટરને આવેદન આપી મહુવા શહેર અને તાલુકમાં સતત વધી રહેલી દારૂની બદી અને તેના કારણે નશાના રવાડે ચડેલાં યુવાધન દ્વારા થતી ગુન્હાખોરી અને ગુંડાગર્દીને ડામવા કડક પગલાં લેવા માંગ કરી છે. સાથોસાથ, મહુવામાં પણ લઠ્ઠાકાંડ સર્જાય તેવી દહેશત વ્યક્ત કરી તાકિદે પંથકમાંથી દારૂનું દૂષણ દૂર કરવા માંગ કરી છે.

મહુવા પંથકના નવયુવાનોના એક સમુહે મહુવા પોલીસના એ.એસ.પી.અને ડે. કલેકટરને આપેલાં આવેદનમાં વિગતવાર કરેલી રજૂઆતમાં આક્ષેપ કરતાં જણાવ્યું કે, મહુવા શહેર અને તાલુકામાં સરાજાહેર ઠેર-ઠેર દેશી-વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે. જેના કારણે આજનું યુવાધન નશાના રવાડે ચડી પોતાની મહામુલી જિંદગી બરબાદ કરી રહ્યું છે.આ બદીના કારણે એક તરફ ગરીબ અને મયમ પરિવાર વેરવિખેર થઈ રહ્યો છે.તો બીજી તરફ, નશાના રવાડે ચડેલાં યુવાનો નશા માટે કે નશાની હાલતે સરાજાહેર હુમલો, મારામારી,ગુન્હાખોરી કરતાં પણ ખચકાતા નથી. જેના કારણે મહુવામાં ગુન્હાખોરીનું પ્રમાણ વયું છે. તેમ આવેદન મારફતે આક્ષેપ કરતાં યુવાનોએ ઉમેર્યું કે, મહુવામાં છેલ્લા લાંબા સમયથી સતત વધી રહેલાં ક્રાઈમ રેટને જોતાં પોલીસે આવા તત્વોનેે કાયદાનું પાલન કરાવવાની સાથે દારૂનું દૂષણ પણ બંધ કરાવવવું જોઈએ.

આવેદનમાં આક્ષેપ સાથે એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, મહુવા પંથકમાં બૂટલેગરોને કાયદાનો ડર જ ન હોય તેમ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરે છે. જેનેે અટકાવવાના પ્રયાસ કરનાર પર હુમલો કરવાની ધાક-ધમકી આપી ખૌફનું વાતાવરણ સર્જી રહ્યા છે. જેના કારણે સમાજના જાગૃત લોકો આવી પ્રવૃતિ સામે અવાજ ઉઠાવતાં દહેશત અનુભવી રહ્યા છે. આવેદનના અંતે પોલીસ અને જાવબદાર તંત્ર તાકિદે કાયદાકીય પગલાં લે તેવી માંગ કરવામાં આવી છે.