શહેરા તાલુકાના કેટલાક ગામોમાં કેટલીક વખત રહેણાંક વિસ્તારોમાં દિપડો ધુસી આવતો હોવાની સાથે પશુઓનુ મારણ કરતો હોવાનુ સામે આવે છે. ત્યારે શહેરા તાલુકાના ડોકવા ગામે રહેતા રમલીબેન વજેસિંહ પરમારે તેમના રહેણાંક મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યાએ તેમની વાછરડી બાંધેલ હતી તે સમય દરમિયાન મઘ્યરાત્રિએ દિપડો રહેણાંક વિસ્તારમાં ધુસી આવ્યો હતો. અને તે દિપડાએ રમીલાબેનની વાછરડીનુ મારણ કર્યુ હતુ. દિપડાએ વાછરડીનુ મારણ કર્યુ હોવાની જાણ થતાં શહેરા વનવિભાગને થતાં વનકર્મીઓએ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાથે જ સ્થાનિક લોકોને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે થોડા દિવસ અગાઉ શહેરા તાલુકાના ખાંટના મુવાડા ગામના ગરાસિયા ફળિયામાં પણ એક પશુપાલકે ધર નજીક બાંધેલા વાછરડાનુ પણ દિપડાએ મારણ કર્યુ હતુ. ત્યારે હવે ડોકવા ગામના રહેણાંક વિસ્તારમાં દિપડો ધુસી આવતા વધુ એક પશુનુ મારણ કરતા ગામલોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.