બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજીત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, (આર -સેટી ) મહીસાગર દ્વારા આજરોજ બ્યુટીપાર્લરની 30 દિવસીય તાલીમ નો છેલ્લો દિવસ હતો તેમાં બહેનોએ સફળતા પૂર્વક પરીક્ષા આપી હતી.
ત્યારબાદ સંસ્થાના ડાયરેક્ટ વિશાલ અગ્રવાલ દ્વારા સર્ટિફિકેટ વિતરણ કરી આત્મનિર્ભર થવા માટે પ્રોત્સાહન પૂરૂં પાડ્યુ હતું અને ટૂંક સમયમાં શરૂ થનાર તાલીમો, જેમકે ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, કોમ્પ્યુટર રાઈડ્સ એકાઉન્ટિંગ, મોબાઈલ રીપેરીંગ જેવી તાલીમો વિશે માહિતી આપી અને બહેનો પોતાનો ધંધો ચાલુ કરી સારી આવક મેળવે એવી શુભેચ્છાઓ સાથે વિદાય કરી હતી.