દેવગઢ બારીયા તાલુકાના સેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધ યોજનાઓ હેઠળ કાર્યક્રમ યોજાયા

દાહોદ જીલ્લાના દેવગઢ બારિયાના તાલુકામાં સંકલિત બાળવિકાસ યોજના અધિકારી એમીબેન જોસેફ, ગામના સરપંચ, શાળાના આચાર્ય, સુપરવાઈઝર , ગામના અન્ય આગેવાનો, ગ્રામજનો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, ભાઈઓ, બાળકો વગેરેનીહાજરીમાંસેવાનીયા પ્રોપાર આંગણવાડી કેન્દ્ર ખાતે વિવિધયોજનાઓહેઠળકાર્યક્રમયોજવામાંઆવ્યાહતા.

જે અંતર્ગતબાળકોને સ્માર્ટ આંગણવાડી અંતર્ગત આવેલ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં બાળકોના દફતર, યુનિફોર્મ, પાણીની બોટલ, કંપાસ, ટિફિન બોક્સ, ચિત્ર પોથી વગેરેનુંપણ વિતરણ કરવામાં આવ્યું હતું. સંકલિત બાળવિકાસ યોજના અધિકારી દ્વારા વાલીઓને બાળકો રોજ આંગણવાડી પર આવે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વધુમાં વાલીઓને સમજ આપવામાં આવી હતી કે, બાળકના જન્મ બાદ માતા બે મહિના સુધી સતત મકાઈની રાબનો ખોરાક લેવાનો જે રિવાજ છે. તેનાથી માતા અને બાળકના પોષણમાં ખરાબ અસર પડે છે. ખોરાકમાં બધા જ પ્રકારના કઠોળ, દાળ, લીલા શાકભાજી, ભાત, દૂધ, દહી, ફળ વગેરેનો સમાવેશ કરવો જરૂરીછે. તે અંગેની જાણકારી ઉદાહરણો દ્વારા આપવામાં આવી હતી.

ખાસ કરીને ભાઈઓને સમજાવવામાં આવ્યા કે ઘરે સગર્ભા, ધાત્રી માતા અને કિશોરીઓના પોષણ અંગે ખાસ ધ્યાન આપવું જોઈએ, આંગણવાડી માંથી દર મહિને મળતું ટેક હોમ રાશનમાં પોષક તત્વો ઉમેરેલા હોય છે, જે ઘણા ગુણકારી હોય છે. આથી દરેક બહેનો રોજ માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ, બાલ શક્તિ માંથી નાસ્તો બનાવી તેનો રોજ ઉપયોગ કરવા અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંતપોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્ર પર રોજ એક સમય ભોજન આપવામાં આવે છે, તે અંગે વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે તે બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા.