- ગુજરાત સરકાર દ્વારા રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મુકાઈ.
ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે “GROW MORE FRUIT CROPS” અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ધનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુકલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટેરીયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા, કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય જેવી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.16/07/2024 થી તા.15/08/2024 સુધી ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.
ખેડૂતો બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી અરજી સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ/રદ કરેલ ચેક, આધાર કાર્ડ, 7/12, 8અ નો નવીન ઉતારો, સક્ષમ અધિકારીનો જાતિ નો દાખલો (અનુ.જાતિ અને અનુ.જનજાતિ માટે) ની નકલ સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નબર 233 થી 235, બીજો માળ, દાહોદ ફોન નં – 02673- 239251 ખાતે રૂબરૂ અથવા ટપાલ મારફત દિન-7 માં મોકલી આપવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયું છે.