શહેરાના પસનાલ ચોકડી પાસે છાત્રાલયમાં શાળા પ્રવેશોત્સવ-2023ની 1400 સાયકલો જોવા મળી તપાસ જરૂરી

શહેરા તાલુકાના પસનાલ ચોકડી પાસે આવેલી છાત્રાલય ખાતે શાળા પ્રવેશોત્સવ 2023 ના લખાણવાળી 1400 કરતા વધુ સાઈકલો જોવા મળી રહી હતી. જોકે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વર્ષ 2023 અને 2024 નો પણ પૂર્ણ થઈ ગયો હોય ત્યારે શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ના લખાણવાળી સાઇકલો અહી જોવા મળી રહી હતી. આ બાબતે સંબંધિત તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે જેથી ખરી હકીકત બહાર આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

શહેરા તાલુકાના પસનાલ ચોકડી પાસે આવેલી છાત્રાલય ખાતે શાળા પ્રવેશોત્સવ 2023 ના લખાણવાળી 1400 કરતા વધુ સાઈકલો અહી જોવા મળી રહી હતી. તાલુકા પંથકમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી કાર્યક્રમ પણ ક્યારનો પૂર્ણ થઈ ગયેલ હોવા સાથે માધ્યમિક વિભાગમાં ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પણ એક મહિના ઉપરાંત થી ચાલુ થઈ ગયો છે. જ્યારે ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાઈકલો ક્યારે આપવામાં આવશે એવા અનેક સવાલો અહીં ઊભા થતા જોવા મળી રહ્યા છે.

છાત્રાલય ખાતે સાઇકલો ક્યારની તૈયાર થઈ ગઈ હોય તેમ છતાં હજુ સુધી વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું નથી, ખુલ્લી જગ્યામાં સાઇકલો હોવાથી વરસાદમાં ભીની પણ થતી હોવા સાથે સાઇકલોને કાટ ખાઈ જવાની પણ સંભાવના રહેલી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ ઉપરોક્ત બાબતને હજુ સુધી ગંભીરતા લેવામાં ન આવી હોય એમ લાગી રહ્યું છે. જોકે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વર્ષ 2023 અને 2024 નો પણ પૂર્ણ થઈ ગયો હોય તેમ છતાં કયા કારણથી શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023 ના લખાણવાળી સાઇકલો અહીં જોવા મળી રહી હોય ત્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે જેથી ખરી હકીકત બહાર આવી શકે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

છાત્રાલય ખાતે જોવા મળતી આ સાઇકલો માધ્યમિક વિભાગમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વહેલી તકે વિતરણ કરવામાં આવે તો ધોરણ નવમાં અભ્યાસ કરતી છોકરીઓને ઘરેથી ચાલીને આવવાની જગ્યાએ શાળામાં સાઇકલ લઈને આવતા જોવા મળે તો નવાઈ નહી. જોકે, આ બાબતે તંત્ર ક્યાંકને ક્યાંક જાણતું હોવા છતાં શુભ મુહૂર્તની રાહ દેખી રહ્યા હોય સાઇકલ વિતરણ કરવામાં તેવુ લાગી રહયું છે.

છાત્રાલય ખાતે 1400 કરતાં વધુ સાઇકલો તૈયાર થયેલ જોવા મળી રહી હોય ત્યારે સંબંધિત તંત્ર દ્વારા ચોમાસાની ઋતુ શરૂ હોવાથી આ સાઇકલોનું વિતરણ વહેલી તકે કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. જોકે, સાઇકલના ચેચીસ પર શાળા પ્રવેશોત્સવ વર્ષ 2023ના લખાણ લખેલ જોવા મળી રહેલ હોય ત્યારે વર્ષ 2024 હાલ ચાલી રહ્યું હોવાથી વિદ્યાર્થીનીઓને કયા વર્ષની સાઇકલ આપવામાં આવશે એવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઇ રહ્યા હતા.

સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ નવ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શાળામાં આવવા અને જવા માટે સાઇકલો આપવામાં આવતી હોય છે. જોકે, શાળા શરૂ થઈ ગઈ હોય તેમ છતાં હજુ સુધી ધોરણ-9ની છોકરીઓને સાઇકલો મળી ન હોય ત્યારે આ છાત્રાલય ખાતે જોવા મળતી સાઈકલોનું વિતરણ વહેલી તકે શાળાઓમાં કરવામાં આવે તો ધોરણ-9 માં અભ્યાસ કરતી દીકરીઓને શાળામાં ચાલતા આવવાની જગ્યાએ સાઇકલ લઈને આવે તો સમયસર શાળામાં અને ઘરે પહોંચી શકે તો નવાઈ નહી.

છાત્રાલય ખાતે જે સાઇકલો જોવા મળી રહી છે તેનું ફીટીંગ એજન્સી દ્વારા બરાબર કરવામાં આવ્યું છે કે નહી તેની તપાસ સંબંધિત તંત્ર દ્વારા કરવામાં આવે એ પણ જરૂરી છે. જેથી ધોરણ-9માં અભ્યાસ કરતી છોકરીઓને નવી સાઇકલ મળવાની સાથે બહાર સાઈકલનું રીપેરીંગ કરાવવું પડે નહીં અને રૂપિયાનો પણ બચાવો થઈ શકે તો નવાઈ નહી.