કાલોલ તાલુકાના સુરેલી ગામમાં ગટર લાઈન લીકેજ થતા મુખ્ય રોડ પર ગંદકીનો પારાવાર

કાલોલ તાલુકાનું સુરેલીગામ પાંચ હજારની વસ્તી ધરાવતુ ગામ છે. સુરેલીગામના પટેલ ફડીયામાં બે વોડનો સમાવેશ થાય છે. જેમા અંદાજીત 70 મકાન છે. જ્યારે આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા ગટર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગટર વ્યવસ્થાને ફડિયાંમાં થી શરૂ કરી બાજુ માંથી પસાર થતા સુરેલી – ઘુસર રોડને ક્રોસ કરી નદીના કોતર તરફ ખુલ્લી છોડવામાં આવતાં ગટરના પાણી કોતર તરફ વાળી દેવામાં આવ્યા છે. પરંતુ પટેલ ફડિયા પાસેથી પસાર થતા સુરેલી ઘુસર રોડ પર હાલ ગટર લાઈન તૂટતાં ગટરનું દુર્ગંધ ફેલાવતું ગંદુ પાણી રોડ પર ફરી વળ્યુ છે. ગટર લાઈન તુટી જવાના કારણે સ્થાનિક લોકો ને દુર્ગંધ મારતાં પાણી અને ખદબદતી ગંદકીનો સામનો કરવો પડતો હોય છે.

જ્યારે આ જ રોડ પર સો મિટરના અંતરે આંગણવાડી પણ રોડની બાજુમાં અવાવરૂ જગ્યા પાસે આવેલી છે. જ્યારે આ ગામના આંગણવાડીના ભૂલકાઓ પણ આ માર્ગ પર થી પસાર થતા હોય છે તેમને પણ ગંદકીનો સામનો કરવો પડતો હોય છે. મુખ્ય રોડ પર પારાવાર ગંદકી ને કારણે સ્થાનિક તેમજ રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. રોડ પર ગટરના ગંદા પાણીના કારણે વાહચાલકોને પણ ત્યાંથી પસાર થવામાં ભય ઉત્પન્ન થતો હોય છે. મુખ્ય રોડ પર ફેલાયેલી ખદબદતી ગંદકી થવાના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે.

સ્થાનિક ગ્રામજનોની રજૂઆતો ગ્રામ પંચાયતમાં સરપંચ તલાટી દ્વારા લાંબા સમયથી સાંભળવામાં ન આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહયો છે અનેકવાર રજુઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારનો નિકાલ આવતો નથી. ગામના મુખ્ય રસ્તાઓ પણ તુટી જવાના કારણે ખખડધજ અને લોખંડના સળિયા ઉભા થતા જોખમી બની ગયા છે. ગામના આ ફડિયમા તાજેતરમાં એક ધરે મરણ થયું હતુ તેમણે પણ આ રસ્તાનો સામનો કરવો પડ્યો. જેથી વહેલી તકે ગટર લાઈનનું કામ કરવામા આવે અને ગંદકી દુર કરી ગામને સ્વચ્છ રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

સુરેલીગામના પટેલ ફડીયા પાસેનાં ઘુસર તરફ જતાં રોડ પર ગટર લાઇન તૂટી જતાં ગંદકી વધી ગઈ છે. આ માર્ગ પરથી આંગણવાડીના બાળકો પણ પસાર થાય છે. સરપંચ તલાટીને રજુઆત કરવા છતાં કોઈ નિકાલ આવેલ નથી. :- સંદિપકુમાર પરમાર, ગામના સ્થાનિક રહીશ…

ગામ માંથી પસાર થતો માર્ગમકાનનો મુખ્ય રોડ છે. રેતી ભરેલા વાહનો પસાર થતા રોડ લાબા સમયથી તૂટેલ છે. પીડબલ્યુડીવાળા નવો રોડ બનવા જઈ રહ્યો છે. તે સમસે ગટર લાઈન ભૂંગળા નવાં મૂકીશુ હાલ ગંદકી ગામના સ્થાનિક રહીશો પાણી સાથે દેશી દારૂનો રસો ફેંકતા ફોવાના કારણે ગંદકી થતી હોય છે. :- સરપંચ ભારતભાઈ…