ગોધરા શહેરના કુરબાન જાગૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જીલ્લાની મુલાકાતે આવેલા દેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સિગ્નલ ફળીયા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણીનો કાયમી નિકાલ કરાવવામાં આવે, ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મેસરી નદીની સાફસફાઈ, સાતપુલ બ્રીજનું રીનોવેશન કરાવવામાં આવે, તદ્દપરાંત નગરપાલિકા વિસ્તારમાં રોજગારી, ગટર પાણી, સ્ટ્રીટલાઇટ, સાફસફાઈ, આરોગ્ય, ટ્રાફિક જામની સમસ્યાઓ તેમજ ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ સીમલા માર્કેટ ખાતે મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ અંતર્ગત રોજગારી આપવામાં આવે, જેવા અનેક પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી.