પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર, પંચમહાલ ગોધરા અને તેઓની જીલ્લાની ટીમ તથા મામલતદારશ્રી કાલોલ તથા તેઓની ટીમ તેમજ જીલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ-2 સંયુક્ત ટીમો ધ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા-ગોધરા હાઈવેની બાજુમાં આવેલ શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મીશા એન્ટર પ્રાઈઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અનઅધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રીફાઇન્ડ કપાસિયા ઓઈલ તેમજ રીફાઇન્ડ વેજીટેબલ ઓઈલના અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા જણાઈ આવેલ છે.
શ્રીનાથ પ્રોટીન એકમ માંથી તેલના 15 કિગ્રાના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના 19 ટીન ભરેલા ટીન જેની કિમત રૂપિયા 27,550/- તથા ખાલી ટીન 15 કિગ્રાના 2000 નંગ જેની કિમત રૂપિયા 50,000/- તથા 05 લીટરના તેલ ભરવાના ખાલી કારબા 2400 નંગ જેની કિમત રૂપિયા 52,800/- તથા 01 લીટરના ખાલી બોટલ 4320 નંગ જેની કિમત રૂપિયા 25,920/- તથા 500 મિલી ખાલી બોટલ 2737 નંગ જેની કિમત રૂપિયા 8,211/- તથા પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) 1 નંગ (અંદાજે 180 લીટર પ્રવાહી) જેની કિમત રૂપિયા 2,00,000/- આમ કુલ મળી ખાલી ટીન – 11457 જેની કુલ રકમ રૂપિયા 1,36,931/- (અંકે રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ પુરા) તથા ભરેલ ટીન – 19 જેની કુલ રકમ રૂપિયા 27,550/- (અંકે રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ પુરા) તેમજ પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) 1 નંગ (અંદાજે 180 લીટર) જેની કિમત રૂપિયા 2,00,000/- (અંકે બે લાખ પુરા) નો જથ્થો મળી આવેલ છે.
આમ, કુલ મળી બજાર કિંમત રૂપિયા 3,64,481/-(અંકે રૂપિયા ત્રણ લાખ ચોસઠ હજાર ચારસો એક્યાસી પુરા)નો જથ્થો જપ્ત (સીઝ) કરી શ્રીનાથ પ્રોટીન્સ એકમના માલિક અનીસ એસ. ચુડેસરા સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ વેજલપુર ખાતે આવેલ વિહોત પ્રોવિજન સ્ટોર ઉપર પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે વેજલપુર ખાતે બિલોનું ક્રોસ વેરિફિકેશન કરતા બિલો પામ તેલના મળી આવેલ હતા અને તેલ ડબ્બા ઉપર લેબર રિફાઇન્ડ કપાસિયા તેલના જોવા મળિયા હતા. જેથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ક્યાંકને ક્યાંક લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે જણાઈ રહ્યું છે.